________________
[ ૩૮૭ ]
કરીને પિતાની સાથે લઈ આવશે. મુહમ્મદ બેગખાન કે જે, હુકમને અમલ બરાબર કરતો હતો તેણે તે કામ કરવા માટે કેટલાક માણસોને નિમી દીધા, અને મુઝફર હુસેનને તેની સાથેના છ માણસો સહિત શહેરથી ત્રણ ગાઉ ઉપરના પટવા ગામ આગળથી પકડીને લઈ આવ્યો.
એજ વખતે આઝમાબાદને ફોજદાર સૈયદ મુઝફફર ઉર્ફ સૈયદ મુસ્તુ કે જે ઘાયલ થયો હતો તે મરણ પામ્યો. તે વિષેની ખબર ત્યાંના ખબર પત્રીએ સુબાના બનાવોની ટીપમાં લખીને હજુરમાં જાહેર કરી દીધી. તે ઉપરથી મુહમ્મદ બેગખાન ઉપર હુકમ આવ્યો કે, અમદાવાદની નાયબ સુબેગીરી અને ફરજદારી ઉપર કાયમ કર્યા છતાં મર નોમાનખાએ તેહનાતી પૈકીના કેઈ પણ એકને નિમ હતું અને હજુરમાં ખબર આપવી જોઈતી હતી; તેમજ બીજા મહાલોના ફોજદારો પૈકીના જેઓ મરણ પામ્યા હોય તેઓની ખાલી પડેલી જગ્યાઓનો બંદોબસ્ત અમારાથી અત્રે બરાબર થઈ શકતો નથી માટે કામના પ્રમાણમાં પગારનો વધારે અને તે સાથે જ નેકરીની શરત ઉપર ધ્યાન રાખી, નકામા થઈ પડેલાઓ ઉપર નજર કરીને સુબાના બક્ષિની સલાહથી તમારે તજવીજ કરવી.
હવે અબ્દુલ હમીદખાનને ભત્રીજે મુમજદખાન અને ભાણેજ મીર ગુલામમહમદ કે જેઓ (બન્ને) બાકી રહેલી રકમના બદલામાં મરેઠાઓની કેદમાં પડેલા હતા તેઓનાં સદભાગ્યના લીધે મરેઠાઓમાં એક એવો બનાવ બન્યો છે, જેથી તેઓ પિતપોતામાં અંદર અંદર લડી મર્યા. આવો એકાએક મળી આવેલો ઉત્તમ લાગ જોઈ તે બને જણ મુકત થઈ હાસીને પગે ચાલતા ઘણું દુઃખો ભોગવતા ભરૂચ પહોંચી ગયા. આ વખતે શાહઝાદા બહાદુરની પધરામણીની ખબર ઝાબુએથી વારંવાર સંભળાતી ચાલી. એ ખબરની ચોકસીથી અને મરેઠાઓના પાછા ફરવાને વખત નજીક આવેલો હોવાથી કુચ કરીને સુરત બંદરની આસપાસની સરહદ અને પુરાંઓ ઉપર હુમલા કર્યા, પણ તેમાં કોઈ વધારે લાભ મેળ વવા પામ્યા નહિ; તે પણ ખેડા જીલ્લાનાં કેટલાંક ગામડાનો નાશ કરીને પિતાના મુલકમાં પાછા જતા રહ્યા,