________________
[ ૩૮૦ ]
ભોગ થઈ મેદાનમાં પડી ગયો; જેથી મરેઠાઓએ તેને કેદ કરી લીધો. તેના તંબુ-ડેરા-માલમતા એ સઘળું લુંટાઈ ગયું અને તેનો ભત્રીજો મુહમદ આજમ પિતાને ઘોડો મરી જવાથી કેટલાક ઘાયલ તથા બચી ગયેલા માણસની સાથે મરતાં પડતાં નજરઅલીખાનના તંબુ આગળ જઈ પહોંચે
હવે મુહમ્મદ પૂરદિલ શેરાની કે જે, કેટલેક દૂર મુકામ કરી પડેલો હતો તેના ઉપર પણ મરેઠાઓએ પિતાના માણસની હઠ કરી દીધી અને આ બખેડાને એક સખત લડાઈના રૂપમાં બનાવી દીધો. તે (મુહમ્મદ શેરાની) પિતાની બહાદુર ટોળીઓ સાથે રહીને પોતાને મળી આવ્યાં તેટલાં તિરોથી લડવા લાગ્યો. આ વખતનો દેખાવ ઘણોજ દડાજનક થઈ પડ્યો હતો અને બન્ને બાજુના માણસો પૂર્ણ જોશથી લડતા નજરે ૫ડતા હતા. તેમાં જે લોકોનાં મોતનો કાળ નજીક આવી રહ્યો હતો તેઓ યુદ્ધનો ભોગ થઈ પડ્યા અને બાદશાહી દરબારમાં બહાદુર ગણાઈ યાદી દાખલ નેંધાઈ ચુક્યા, તથા જે લોકો તલવારોના વારથી બચી ગયેલા હતા તેઓ પણ મજબૂત રીતે ટકી શક્યા નહિ, તેથી મુહમ્મદ પૂરદિલ શેરાની પિતે પણ લાચાર થઈ લડાઈમાંથી પાછો ફરીને નદી ઉપર આવી પહોંચ્યો અને ઈતીફખાને કેટલાક ગણત્રીને સ્વારથી પગની ચાલ અને મજબતીના લીધે ઘોડો મુકી દીધો. આ વખતે અસુર થઈ ગયેલ હોવાથી દક્ષિણી લોકોએ નજરઅલીખાન તથા બાકી રહેલા લોકોને કતલ કરી નાખ્યા અને તેઓ ઘોડા ઉપરથી ઉતરી પડ્યા. રાત્રીનો અંધકાર સમય આવી પહોંચેલ હોવાથી એક બીજા માણસોની સુઝ પણ પડતી નહોતી. ગાફેલ લેકનાં દિલ ગભરાવા લાગ્યાં અને તેઓ રાતના અંધકારને દીવસ સમજવા લાગ્યા, જેથી તેઓ જે તરફ રસ્તો મળ્યો તે તરફ નાસી ગયા અને કેટલાક તો મરેઠાના હાથમાં પકડાઈ ગયા. જ્યારે નજરઅલીખાને આ સઘળું જોયું અને સિપાઈઓની માઠી હાલત થયેલી જોઈ, ત્યારે તેણે માલમતા સહિત પિતાના તંબુને બાળી મુકો.
એજ વખતે જાનવરો તથા માણસોને ઘણીજ તરસ લાગેલી હતી, કેમકે સવારથી તે સાંજ સુધી લડાઈ કરેલ હોવાથી તરસ્યા થયા હતા તેમજ થાકી ગયેલા હતા, તેથી જરા વિસામો લેવા માટે થોડેક દર આવેલા નદીના કાંઠા ઉપર ગયો અને તેઓને પાણી પાઈ વિશ્રાંતિ લેવા દઈને જ્યારે પોતાના મુકામ તરફ આવવાનું ધારતો હતો તેટલામાં નર્મદા