SearchBrowseAboutContactDonate
Page Preview
Page 427
Loading...
Download File
Download File
Page Text
________________ | [ ૩૮૧ ] નદીમાં ભરતી ચડી આવી અને સર્વ સ્થળે પાણી ફેલાઈ ગયું, તેમાં કેટલીક જગ્યાએ તો ભાડાં પૂર પાણી ચડી ગયેલું હતું, જેથી કેટલાક સ્વારે અને પદલો તે પાણીની નાશવંત ઘુમરીમાં ફસાઈ પડી મરણને શરણ થયા, તથા કેટલાએક એવા માણસો કે જેઓની જીંદગી હજી બાકી હતી તેઓ પાણીમાં ગોથાં ખાઈ નદીને સામે કાંઠે નિકળી આવી પડતા આથડતા ભરૂચ જઈ પહોંચ્યા. ત્યાંના ફેજદાર અકબરકલીએ તેઓના ઉપર રહેમ નજર કરી અને તેમની સારી બરદાસ કરવા માંડી. નજરઅલીખાન થોડાક માણસની સાથે મુકામ ઉપર આવ્યો અને સુર્યોદય થતાં સુધી કતલ થવાની તથા ખુદાઈ સંદેશાની વાટ જોતે સંગ્રામ કયારે મચશે તેની આતુરતામાં પડી રહેલો હતો. જ્યારે દીવસ ઉગવાને પ્રારંભ થયો અને સૂર્ય ઉદય પામે તે વખતે લશ્કરમાંથી ભુંગળ, ડંકા તથા શરણુઈઓના નાદ થવા લાગ્યા અને પૃથ્વી ડેલાયમાન થવા લાગી. દક્ષિણી લોકો યુદ્ધની હીલચાલ કરવા લાગ્યા અને ચોતરફથી તીડની પેઠે ભેગા થઈ નજરઅલીખાનને ઘેરવા લાગ્યા. આ વખતે નજરઅલીખાનને ચોતરફથી ઘેરાએલો તથા જીવ ઉપર ખેલી જનાર જેવી હાલતમાં આવી પડેલો જોઈ તેમની મંડળીના કેટલાક માણસો કહેવા લાગ્યા કે, બનવા કાળ આ કામ આપના જેવા મેટા અને સારા સારા બાદશાહી અમીરો ઉપર આવી પડ્યું. [ આ સ્થળે એક કવિતના અર્થમાં દર્શાવેલ છે કે –“ આ દુનિયારૂપી ધર્મશાળાની રીત એ છે કે, કદી માણસને જીનની પૂઠ ઉપર બેસાડે છે, તો કદી પૂઠ ઉપર જીન પણ ઉપડાવે છે. તમોએ શરવિરતા, બહાદુરી અને ખરી મર્દાઈ તો જેવી જોઈએ તેવીજ બતાવી દીધી છે. આવાં દળ-વાદળ લશ્કરની સાથે લડવું અને વળી ફતેહ પામવાની આશા રાખવી એ એક ભવિષ્ય સુચક બુદ્ધિથી ખુલ્લી રીતે જોતાં પોતાને નાશકારક મેદાનમાં ઝપલાવાનું કામ છે, પણ છવરૂપી રોકડને સહેજમાં ગુમાવી બેસવું તે કઈ રીતે ફળદાયક નથી. તે પછી બાકી રહેલા સઘળા શુભેચ્છકે, નજરઅલીખાનની સાથે રહેલાને જ્યારે આ પ્રમાણેની જીવ બચવાની વધામણી મળી અને આ ચિંતામાંથી નીકળી જવાનું સાંભળી શુદ્ધ બુદ્ધિથી દષ્ટાંતો કહી સંભળાવી હથિયા નહિ ચલાવવાનું કામ માંડી વાળવાને તેમણે જોર દેખાડ્યું. તેઓ અવશ્ય કરી મળ્યા અને ઘણી ઇજત આબરૂની સાથે આગળ વધ્યા. આ બનાવ સન મજકુરના છલકાઇમાસની છેલ્લી તારીખે બન્યો.
SR No.032077
Book TitleMirate Ahemadi Athva Gujaratno Itihas
Original Sutra AuthorN/A
AuthorPathan Nizamkhan Nurkhan Vakil
PublisherPathan Nizamkhan Nurkhan Vakil
Publication Year1963
Total Pages486
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy