SearchBrowseAboutContactDonate
Page Preview
Page 425
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૩૭૯ ] બની શકી તેટલી ઝડપે તેના દરેક સરદારના કેટલાક સ્વારા ધાડેસ્વાર થઇને લડવાને નિકળી આવી ઘેાડા કુદાવવા લાગ્યા અને મારામારી શરૂ થઇ, થોડીવાર સુધી મારામારી અને ઝપાઝપી ચાલ્યા બાદ જ્યારે દક્ષિણી આગેવાના પેાતાના લડવાના કાયદા પ્રમાણે શત્રુને આગળ ખેંચી લાવવાના ઇરાદાથી પાછા હઠયા તે વખતે મુસલમાન શુરા સરદારા આ ઝપાઝપીને એક લડાઈ સમજી થોડીક છેડછાડ કરીને પોતાના મુકામ તર પાછા ફરી રાંધવા ખાવા વિગેરેના કામમાં રોકાઇ ગયા. એવામાં બીજી એક ટુકડીએ વળી એવુ કામ કર્યું કે, લશ્કરના ભારબરદારી કે જેઓને લશ્કર પાસે ચરવામાટે છેડેલા હતા તે બધાને જે મરેઠી સ્વારા ગુપ્ત રીતે લઇ ગયા હતા તેની પાછળ પડીને તે ટુકડી બધા ટાને છેડાવી પાછા લઇ આવી. આ વાતને હજી થોડીજ વાર થઈ હશે અને તે લશ્કરીઓએ પણુ થોડોજ વિશ્રામ લીધા હશે, કે તેવામાં અચાનક એક મેટા વટાળાઆથી ધૂળ ઉડતી જોવામાં આવી. તે ધૂળ આ શત્રુઓની ભારે સન્યાની નિશાની દાખલ હતી. આ વટાળીઆથી દિવસ અધકાર થઇ ગયા અને તે જો. તાંજ કેટલાક કાચાં મનના માણસા ઘેલા-ગાંડા જેવા બની ગયા અને કેટલાકનાં તા કાળજા પણ ખસી ગયાં; જેથી તેઓ એક સ્થળે રહી શકયા નહિ અને થરથર ધ્રુજવા લાગ્યા. તેઓ એવા વિચાર કરવા લાગ્યા કે, એ દુઃખરૂપી કાળા ભૂતના પંજામાંથી શી રીતે બચી શકાશે ! એવા વિચારમાં ને વિચારમાં તેઓને નાસી જવાનેા કે કોઇ ઠેકાણે જઇ જીવ બચાવવાને ઉપાય જણાયા નહિ; એટલામાં મરેઠાઓનું લશ્કર આવી પહોંચ્યું. તેઓએ પોતાના બળનું પહેલુ તીર ખીજા લાકા સામે મુકામ કરી રહેલા સદર ખાન ખાખીના તંબુ ઉપર અજમાવ્યું અને તે સ્થળને ચંદ્રની આસપાસના જળકુંડળની માક ઘેરી લીધું. હવે મજકુર ખાખી પેાતાનું શુરવીરપણું અને મરદા દર્શાવતા જોશભેર લડવા લાગ્યા. આ લડાઇ હુીજ ભયાનક દેખાતી હતી. તેને જેટલી તલવારા મળી શકી તેટલી તેણે હિમ્મતથી તાણી તાણીને વાપરતાંની સાથેજ પેાતાનું પરાક્રમી શુરાતન દેખાવા માંડયું, તેમાં તેની સાથેના કેટલાક માણસા અને તેનેા (ખાખીને) દીકરા મુહંમદ ઉસમન આ સર્વોત્તમ મોતના ભાગ થઈ પડયા, તે સિવાય ઘણા માણસા ધાયલ થયા અને પેતે (બાખી) પણુ યુદ્ધસાગરમાં ડુબકી મારી કારી ધાને
SR No.032077
Book TitleMirate Ahemadi Athva Gujaratno Itihas
Original Sutra AuthorN/A
AuthorPathan Nizamkhan Nurkhan Vakil
PublisherPathan Nizamkhan Nurkhan Vakil
Publication Year1963
Total Pages486
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy