________________
પકડાયા. જ્યારે એ વિષેની ખબર હજુરના જાણવામાં આવી ત્યારે એતે. બારખાનની જગ્યાએ નિમાઈ આવેલો સુરત બંદરો મુસદી નાબતખાન કે જેને જાતીકા પાંચ હજાર રૂપિયાનું મનસબ અને શરતવાળા ત્રણસો સ્વારોને વધારો કરી આપેલ હતો અને અસલ તથા વધારે મળીને કુલ જાતીકા પાંચસો અને એક હજાર બેવડા પવારાની સત્તા ભેગવત હતું તેને ખાસ સુશોભિત પિશાકનું ઈનામ આપવામાં આવ્યું હતું અને તેને એવો હુકમ કરવામાં આવ્યો હતો કે, ફિરંગીઓની કેદમાં પકડાયેલા સઘળા મુસલમાનો તથા બને શેખોને ઘણી જ તાકીદે મુક્ત કરાવવા તે પછી બાદશાહજાદા આલી જાહના તાબાના મીર સામાની પદવી મીર મુહમમ્મદ બાકરને આપવામાં આવી. તે સિવાય બક્ષિગીરી તથા પત્ર વહેવારીની જગ્યા ઉપર ને માનખાનને નિમવામાં આવ્યો. તે પછી બાદશા. હજાદાએ શેખ અબદુલ હકના દીકરાઓ ઉપર કૃપા દેખાડવા અને શેખ એકરમુદ્દીનને ખિતાબ આપવા વિષેની તજવીજ કરીને હજુરમાં જે અરજ કરી હતી, તે ઉપરથી હુકમ આવ્યો કે, વધારાની ગુંજાશ નથી. જેથી કાજી અબદુલ હક વહાબ, શેખુલ ઇસ્લામ, અબદુલ હક અને નુરૂલ હકને ખિતાબો મળેલા નહોતા,
આ વર્ષમાં સિઈદ કમાલખાન કે જે, ઈડરની ફોજદારી ઉપર નિ. માયેલો હતો તે પિતાના સ્વાભાવિક મતથી મરણ પામ્યો. જેથી તેના પુત્ર સિદ બાકરને દોઢસો રૂપિયાનો વધારે અને શરતવાળા ચારસો સ્વારો આપીને પ્રાંતીજની ફોજદારી અને રસુલનગરની થાણદારી ઉપર કાયમ કર્યો અને તેને બીજા ભાઈઓને મનસબ આપવામાં આવ્યું. ત્યારબાદ સુરત બંદરથી એવી ખબર મળી હતી કે, કસારા ઘાટના, નંદનબારની આસપાસના અને સુલતાનપુરની મરેઠાઓનાં ટોળાં નિકળેલાં છે અને તેને એને મનસુબા સુરતબંદર લેવાનું છે તેથી સુરતબંદરને બચાવ કરવા વિષેનો બાદશાહજાદા ઉપર હુકમ આવેલું હતું, જેથી બાદશાહજાદાએ મુહમ્મદ બેગખાન અને નજરઅલીખાન વિગેરે સુબાના તેહનાતી મનસબદારોને બોલાવીને પિતાની સરકારી ફોજ તેઓને સોંપી. તે ફોજ સુરતબંદર પહોંચીને થોડીક મુદત ત્યાં રહીને પાછી ફરી. આ વખતે સરકારી હુકમ આવ્યો કે, હુસેન મોહમ્મદ ગુજરાતીનો દીકરે શેખ અબદુલ શકર જે કાંઈ પણ ધર્મ સંબંધી કામ બતાવે તો તેની ગોઠવણ કરી આપવી,