________________
[ ૩૬૫ ]. કારતાં એવું ધારતો હતો કે, પોતે જાતે યુદ્ધ કરવું, પરંતુ પિતાના પૌત્ર ઘણું ઘણું કહેવા માંડ્યું તેથી અને વખતની તંગાશના લીધે પિતે ચાલતો થઈ ગયો. તે પછી દરકદાસનો પૌત્ર પિતાની પંગતિમાં મેળવી લીધેલા કેટલાક રજપુતોને સાથે લઈને રસ્તા ઉપર હિમ્મત ભીડીને સામે આવીને ઉભો રહ્યો, અને યુદ્ધ કરવું શરૂ કરી દઈને પિતાનાં હથિયાર વાપરતાંની સાથેજ બહાદુરી દેખાડવા લાગ્યો. છેવટે દરકદાસનો પૌત્ર, સફદરખાન બાબીના દીકરા કે જેઓને હમણું સુધી કંઈપણ ખિતાબ મળેલા નહેતા અને જેઓનાં નામ મુહમ્મદ સલાબતખાન તથા મુહમ્મદ ખાનજહ હતાં તેઓના અને મુહમ્મદ અશરફ ગરીના ઉપરા છાપરી ઘા પડવાથી ધરણી ( જમીન ) ઉપર ઢળી પડે અને મરણ પામ્યો; તેની ઉછળતી તલવારના ઘા મુહમ્મદ સલાબતખાનના માથા ઉપર અને તીર ઘા મુહમ્મદ અશરફને લાગેલો હતો. તે સિવાય બાકી સહિસલામતી હતી અને કેટલાક રજપુત પણ મરીને જમીનદોરત થઈ પડેલા હતા. આ અવસરને લાભ લઇને દરકદાસ ત્રણ ગાઉ ઉપર આવેલા ઉંઝા તથા ઉનાવે પહોંચી ગયો, અને તેની પાછળ પડેલું સરકારી લશ્કર તેના પૌત્ર સાથેની મારામારીના થાકના લીધે થોભી ગયેલું હતું તેમજ વખત પણ વધારે વિતિ ગયેલ હોવાથી થોડે દૂર જઈને મુકામ કર્યો. રાતના પાછલા પહેરે દરકદાસ નિશ્ચયપણું ધારણ કરીને આગળ ચાલતો થયો અને પિતાને પુત્ર પરિવાર કે જેને પોતે પાટણમાં મુકી ગયો હતો તેને લઇને થરાદ જતો રહ્યો. હવે સરકારી લશ્કર પાટણમાં ગયું અને દરકદાસના નિમેલા કોટવાલને મારી નાખે, તે પછી દરકદાસના નહાસી જવાની હકીકત, તેના પૌત્રનું કપાઈ જઈ મરણ પામવું અને ફોજના સરદારેની હકીકત બાદશાહજાદાને રોશન કરવામાં આવી, જેથી થયેલા હુકમ પ્રમાણે સધળાઓ પાછા ફર્યા.
એજ વર્ષે શેખ નુરૂલહક તથા શેખ બિરૂલ ઇસ્લામ કે જેઓ હજુરની રજા લઈને હજ કરવા ગયેલા હતા તેઓ જ્યારે પાછા ફરીને આવતા હતા તે વખતે બાદશાહી વહાણોના કોલકરાર ફીરંગીઓથી લેવા વિષેને સરકારી હુકમ જવાના લીધે પાટણમાં આવેલાં ફિરંગી લેકનાં નૌકાસૈન્યનાં વહાણોએ પિતાની સન્મુખે આવતાં જતાં વહાણોને પકડી લીધાં, તેમાં આ બન્ને શખ લોકે પણ તેઓની ( ફીરગીઓની ) કેદમાં