________________
(
૧૫ )
છે. તે સિવાય અરબસ્તાન વિગેરેના મળી સિત્તાવીસ મહાલોની ઉપજ પચીસ લાખ ઈબ્રાહીમીની આવતી હતી
મસ્કત તાબાનાં બંદરની ખંડણીની વસુલાત બે લાખ ઈબ્રાહીમની થતી હતી તે બંદરનાં નામ નીચે મુજબ – મકરાણા બંદર, બસરા બંદર, લોભી બંદર, લાહરી બંદર, હુરમુજ બંદર, સાદા બંદર, સેક બંદર, ધનાસરી બંદર, મલકત બંદર, મકીના બંદર, મલતી બંદર સ્વાલ બંદર, સુદરદા બંદર, પુનામા બંદર, બદ્રીખાન બંદર, બેદર બંદર, મીરભાઈ બંદર, અલસ બંદર, ચીન બંદર, બલાખા બંદર, બિરસા બંદર, ગુલીસ્તાન બંદર, દમાર બંદર, રાકલ બંદર, છે અને જાવા બંદર,
. તે સિવાય અંગ્રેજોનાં ચાર બંદરો અને વલંદાના બે મહાલો મળી કુલ ૬ છ મહાલની ખંડણીની બેલાખ ઈબ્રાહીમી વસુલ થતી હતી.
નિઝામશાહ-બેહરી, આદિલશાહ-બીજાપુરવાળો, હાસમશાહ બરાર અને ઇલીચપુરવાળા, કુતુબશાહ-ગોવલકુંડાવાળો અને રાજા અને લીખાન-બુરહાનપુરવાળો એ બધા દર વર્ષે પચીસ લાખ હુન ખંડણી (પેશકશી) દાખલ પહોંચાડતા હતા.
જોકે આ હકિકતનું વર્ણન ઘણાખરા લોકોને અચંબો પમાડે છે, પરંતુ તેઓ જે મીરાતે સિકંદરીના ઈતિહાસ ઉપર દૃષ્ટી નાખશે તે, વૈભવ, સત્તા, રાજકારકીર્દી, અપાર સન્યા, બળ, ભંડાર અને દ્રવ્ય કે જે ગુજરાતના સુલતાનનું હતું તેથી પૂર્ણ રીતે વાકેફ થશે, કેમકે તેમાં ઘણા વધારાથી વર્ણવેલું છે. તે પૈકી સુલતાન મહમુદ બેગડાના અયાઝ નામના ગુલામની સન્યા કે જે, રાણા સાથેના યુદ્ધમાં દર્શાવેલી છે તે તેપરથી માલુમ થાય છે.
બીજું સરકારી મહેલોની ઈમારત અને કિલ્લાઓ તથા મજીદ, વા અને તળાવો કે જે હમણા સુધી સહી સલામત છે તે ઉપરથી જાહેર થશે કે, શહેરની સરહદમાં કોઈ ઠેકાણે પર્વત નથી. તે સઘળી ઇમારસ્તો ઘણું દૂરના દેશાવરથી લાવવામાં આવેલા કઠણ પથરાની બાંધવામાં આવેલી છે. તે સિવાય સરકારોનું વર્ણન તથા પેશકશીની હકિકત જે ઉપર લખવામાં આવેલી છે તે. બંદોબસ્ત ખાતાના સારસ્તેદારના દાદા