________________
મુળચંદના દાતરેથી લેવામાં આવી છે, તે સિવાય બીજું કોઈ પુસ્તક મારી દષ્ટીએ આવેલ નહિ હોવાથી બંદર વિગેરેનાં કેટલાંક નામ લખવામાં ખામી રહી ગઈ છે.
કહે છે કે, સિકંદર બેહલોલશાહને દીકર-દિલીને બાદશાહ ઘણીખરી વાર એવું કહેતો હતો કે–“દિલ્લીના બાદશાહને પ્રાણાધાર ઘઉં તથા જુવાર છે અને ગુજરાતના બાદશાહને મુગા તથા મોતી ઉપર છે, કેમકે તે ચોરાશી બંદરનો ધણી છે. પણ ખરું ખોટું તે ખુદા જાણે.
અકબર બાદશાહે ગુજરાત જીત્યા પછીની સંવતમાં પુરેપુરી - સુલાત અને જમીનની રેવન્યુ જમાબંધી તથા બંદરે, પરગણાંઓ, ગામડાં, સરકારો અને સુબાની સરહદની ચતુરસિમાની લંબાઇ-પહોળાઇ નક્કી કરવામાં આવેલી તેનું વિવેચનઃપુર્વ–૨૮૦ બસે નેવું કેસ. તેથી આગળ માળવા દેશ. પશ્ચિમ-શહેર (અમદાવાદ) થી દ્વારકા ઉર્ફે જગતપુર સુધી એકસો સિ
તેર કેશ, તેથી આગળ ખારે સમુદ્ર ઉત્તર–શહેરથી વડગામ સુધી કે જે અજમેરના સુબા નજીક છે, એકસો
દસ કોસ. દક્ષિણ–શહેરથી સુરત બંદર સુધી એકસો દસ કોસ, અને સુરતથી કતલ
ખાનાપુર સુધી કે જે ખાનદેશમાં કલાણા પાસે છે, એંશી કેસ.
અકબરશાહની જય વખતે ગુજરાતના તાબામાં પચીસ સરકારે (જીલ્લા) હતા, જેમનું વર્ણન ઉપર આવી ગયું છે. તે પૈકીના ૮ નવ સરકારેને બીજા સુબા પાસેથી જીતી લીધા હતા અને અકબરશાહે કરેલ તેમને બાદશાહના હુકમથી શહાબુદ્દીન એહમદ ફેરફાર ખાનના અમલમાં એટલે સને ૮૮૬ હિજરીમાં અસલ મુલકના તાબે કર વામાં આવ્યા. જોધપુર સરકાર, જાલેર સરકાર અને નાગર સરકારને અજમેરના સુબામાં જોડી દીધા. મલેર તથા નંદનબાર સરકારને ખાનદેશમાં મેળવી દીધા. વસઈ સરકાર, મુંબઈ સરકાર અને દમણ સરકારને ફિરંગીઓને હવાલે કરી દીધા. દંડા રાજપુરી ગામને બીજા દેશમાંથી લાવેલ હતા, કેમકે તે લતાબાદની ખડકીના ચોકીદારે પોતાની પુત્રીના કન્યાદાનમાં આપેલ હતું તેને સુલતાન બહાદુર ગુજરાતીએ આ સુબાને હવાલે કરીને સરકારી રાજ્યના ખંડણિયાત દફતરના સિરસ્તામાં દાખલ કરીને સુરત સરકારના જુદા તાલુકામાં ત્યાંના મુસદીના કબજામાં સોંપ્યું.