________________
( ૧૪ )
' વસ્તા જામ વિગેરે–ના કબજામાં સોરઠના ચાર ગરાસો હતા અને ચાર હજાર સ્વારના લશ્કરથી નોકરી બજાવતા હતા. એ . ભુજના જમીનદાર મહારાવ ખેંગાર–તેના તાબામાં એક હજાર ચારસો ઓગણપચાસ ગામડાં હતાં; તે પાંચ હજાર સ્વારના લશ્કરથી નોકરી કરતો હતો.
અમીનખાન, ફતેહખાન અને તાતારખાન ગેરી–એમના તાબામાં જુનાગઢ પૈકી નવ હજાર ગામડાંઓ અને સત્યાસી મહાલો-કે જે પૈકી, બંદરના ૧૭ સત્તર મહાલો જે જુદા દર્શાવવામાં આવ્યા છે તે બાદ જતાં બાકીના ૭૦ સિત્તેર મહાલે, કે જેમાં પરગણુઓના ૬૦ અને કબાએના દસ મહાલો હતો તેની જમાબંધીમાંથી એક કરોડ રૂપિયા વસુલ થતા હતા.
સુલતાન બહાદુરના વખત સુધી બંદોબસ્ત વગરની જગ્યાઓથી ખંડણી વસુલ થતી હતી. તે આવદાની એક કરોડ ઇબ્રાહીમી તથા પચીસ લાખ હુનની હતી, અને સઘળાં બંદરે મળીને ૮૪ ચોરાશી*મહાલ હતા તેમાંથી ગુજરાત તાબાના ૨૩ ત્રેવીસ મહાલો અને સેરઠ સરકાર કે જેનું વર્ણન જુદું થઈ ગયું છે તે બાદ કરતાં બાકીના ૬૧ એકસઠ ભહાલની ખંડણી નીચે મુજબ એક કરોડ ઈબ્રાહીમી વસુલ થતી હતી.
- મલેક અયાઝ અને મલેક તોગાનના કસ્બાઓ પૈકી સોરઠના દીવબંદર વિગેરે.
દીવબંદર, ભીમબંદર, વ્યાપુરબંદર, કાજપાટણ—આ ચાર મહાલોની ઉપજ બે લાખ ઈબ્રાહીમી હતી.
દમણબંદર-સુરત જીલ્લામાં ૧૭ ગામડાંની તેતાલીશ લાખ ઈબ્રાહીમી.
ફીરંગીઓના બંદરના વીશ મહાલો કે જેની ઉપજ વેવીશ લાખ ઈબ્રાહીમીની થતી હતી તેના નામ નીચે મુજબ છે –
ચેવલ બંદર, દાલ બંદર, બિલાવલ બંદર, વસઈ બંદર, ડિંડા બંદર, પનવેલી બંદર, અકાસી બંદર, સરાબ બંદર, કલ્યાણ બંદર, ભીમડી બંદર, ડંડારાજપુરી બંદર, લોઈયા બંદર, મુંબઈ બંદર, ધરીકેટ બદર, કાહલણ બંદર કોખા બંદર, રવાસ બંદર, કાલપની બંદર, મેલબાર બંદર, માલદીવ બંદર, ધરા બંદર, નંદસ્ત બંદર, અને નવાનગર બંદર. * ચોરાશી બંદરને બાવ” એ કહેવત આ ઉપરથી કહેવાય છે.