________________
[ ૩૬ ] તાબાના ગામ ધારમાં પડાવ નાખીને પડેલો હતો, તે વખતે સરકારી હુકમ આવ્યો કે, ત્યાંથી અમદાવાદ જઈને સુબાઓના મુલકી તથા ખાલી બબસ્તને હસ્તક કરી પૂરતી તજવીજ રાખવી. તે હુકમને અનુસરી બાદશાહજાદો ઝાબુવાને રસ્તે થઈ અમદાવાદ આવવા રવાને થયે તે વિષેની ખબર ઝાબુવાના જમીનદારને પડતાં તેણે સામે આવીને રૂપિયા ૧૦,૦૦૦ સોળહજારની પેશકશી રજુ કરી, અને પિતાના તાબાની સરહદ સુધી સાથે જઈને પિશાક તથા ઘેડ ઇનામમાં લઈ રજા મેળવીને તે પાછો ફર્યો. ત્યાર પછી રસ્તામાં દીવાન અબદુલ હમીદખાન તથા બાદશાહી ન કરો લેવા માટે સામે આવી સેવામાં હાજર થયા. બાદશાહજાદે પેશકશીઓ લેતો અને બંદોબસ્ત કરતા સન મજકુરના માહે જમાદીઉસ્સાની માસની ૧૬ મી તારીખે જોષીઓએ જેએલા મુહુર્તની સારી ઘડીએ શહેરમાં દાખલ થયો, અને તમામ કારોબાર સંભાળી લઈ ફોજદાર તથા થાણદારોની નિમણુક કરી દીધી. તે સિવાય બાદશાહી નેકર અનામુલ્લા ગુજરાતીને ચારહજાર શિરબંધીના સ્વાર તથા શહેરના કોટ બહારની ફેજિદારી આપી, જાફર કુલી તથા કાજીમબેગને જોધપુરના નાયબ ફોજદારની જગ્યા આપી અને કેટલાક રાજદરબારી પિચના લીધે પાટણની ફોજદારી હજુ રમાંથી દરકદાસ રાઠોડને આપવામાં આવી. હવે પિતાને પૂરાણી ઈમારતે પસંદ નહિ હેવાથી રૂસ્તમબાગ તથા ગુલાબબાગમાં મોટી ઈમારત તૈયાર કરવાનો હુકમ આપી પાયા નંખાવવાનું કામ શરૂ કરી દીધું, અને તે ઇમારતો તૈયાર થતાં સુધી પોતે તંબુ-ડેરામાં રહેવા લાગ્યો. . .
હવે જાણવું જોઈએ કે, એરંગજેબ બાદશાહના દશ વર્ષના રાજ્યમાં જે બનાવ બન્યા તે પૈકીના જે આ સુબાના અમલના હતા તે બધા ગેઠવાઈને રચાયા, કે જેનો આધાર દફતરમાં દીવાને તથા સુબાઓ ઉપર આવેલા હુકમો છે, અને બીજા ભરૂસાદાર લેકોના લખાણ તથા કહેવા ઉપરથી શામેલ કરવામાં આવ્યા છે. સુબા સજાઅતખાનની હકુમતના બનાવો તેના ખાનગી બસોદા કે જે, તેણે ફરજદારે તથા નાયબ વિગેરેને લખ્યા હતા તેમાંથી જે લખવાલાયક હતા તે લખાઈ ગયા છે. હવે કેટ લીક બીનાઓ કે જે, આગળ પાછળ મુકવાની સમજ નહિ પડવાની કસુર થઈ હોય તો દરગુજર કરશો, અને બાદશાહજાદાના વકીલોની સુબેગીરીના વખતે જે કાંઈ લખવામાં આવે તેમાંથી કેટલાંક આલમગીરી લખાણો