________________
[ ૩૬૦ ]. સારી સેવાઓ કે જે બાદશાહને દીલપસંદ હતી તેના વિષે પણ હવે પછીના માટે ઘણીજ અફસોસી દર્શાવવામાં આવી, અને તેની તમામ મીલ્કત તેના વારસોને પાછી મેંપી આપવાને હુકમ કરવામાં આવ્યો. તે હુકમ મળતાંજ સઘળી મીત સોંપવામાં આવી અને સુબાના દીવાન ઘેડા તથી હાથીને ધારા પ્રમાણે હજુર તરફ રવાને કરી દીધા.
આ વખતે ખાજા અબદુલ હમીદ ઘણોજ માનવંતો થઈ પડ્યો હતું, તેની ઉપર સરકારી હુકમ આવ્યો કે, જ્યારે બાદશાહજાદો મુહમ્મદ અજમશાહ ત્યાં પહોંચી જાય ત્યાંસુધી સુબાના બંદેબરતની પૂરતી તજવીજ રાખવી. તે બાદ હજુરમાં એવી અરજ કરવામાં આવી કે, સજાઅતખાને મરવા પહેલાં પાટણની નાયબ ફોજદારીનું લશકર બરતરા કરીને રસ્તાઓમાંથી ઉઠાડી લીધું હતું, જેથી થાણુ માણસોના જતા રહ્યા પછી કોળી લોકોના બખેડા અને તોફાનમાં વધારો થઈ ગયો છે. તે એટલે સુધી કે, ગામડાંનાં ઢોરો પણ બહાર ચરવા જઈ શકતાં નથી અને ધોળા દિવસે પણ દરવાજા બંધ કરી દેવા પડે છે. તે ઉપરથી સરકારી હુકમ થયો કે, બાદશાહજાદાના આવી પહોંચતાં સુધી સુબાને બંદોબસ્ત પૂરતી તજવીજ અને સંભાળથી રાખે. અથવા તો સુબાના દીવાને સજાઅતખાનના નોકરીમાંથી પહેલાંના ધારા પ્રમાણે જરૂર જેટલાને બહાલ રાખીને બંદોબસ્ત કરો અને તેઓનો પગાર સુબાના મહેસુલોમાંથી આપવો તથા એવો પાક બંદોબસ્ત કરો કે જેથી કોઈ પણ જાતના બખેડા ઉભા થવા પામે નહિ. આડત્રીશમ સુબો બાદશાહજાદ મુહમ્મદઆજમશાહ.
સને ૧૧૧૩ હિજરી. - સુબ સજાઅતખાન કે જે, જાતીકા ચાલીસ હજાર રૂપિયાનું મન સબ અને ચાલીસ હજાર સ્વારોના લશ્કરનો ધણી હતો ખાન અબ્દલ તેના ભરણ પામવાથી તેની જગ્યાએ બાદશાહજાદો હમીદખાનની નામદાર આલી જાહ મુહમદ આજમશા બહાદુર દીવાની. હજુરમાંથી અમદાવાદની સુબેગીરી તથા જોધપુરની ફોજદારી ઉપર નિમાઈ આવ્યો, અને અજમેરની સુબેગીરી પણ અમદાવાદની સાથે જોડી દેવામાં આવી. આ વખતે તે પોતે દક્ષિણી લોકોને શિક્ષા દેવા માટે ઉજેના