________________
[ ૩૫૮ ] સને ૧૧૧૨ કિ.માં ખાસ બાદશાહી હુકમથી સુબા સજાઅતખાન ઉપર હાતમબેગ નામના ગુરજબરદારને જાલેર મોકલવા વિષેને હુકમ આવી પહોંચ્યો. જેથી તે ગુરજબરદાર જાલોર ગયો. અને રાજા અછતસિંહ પોતે કરેલાં કૃત્યોનાં કારણથી બીક રાખીને ઢીલ કરતો હતો તથા જવાબ લખવામાં વિલંબ કરતો હતો તેથી સુબા સજાઅતખાને ગુરજબરદારને લખ્યું કે, ઘણી ઝડપથી શેરાવલી કરી જવાબ લઈને મેલાવી દેવો કે જેથી હજુરમાં વિદિત કરવામાં આવે.
આ વખતે બાદશાહની સ્વારી પરનાલા મુકામે હતી ત્યાંથી હુકમ આવ્યા મુજબ નજરઅલીખાનને સારી સન્યાસહિત ત્યાં મોકલી દીધે, જેથી તેણે ત્યાં જઈને મરેઠા સાથની લડાઈમાં પૂરતી મહેનત કરી અને તેમાં તેની ઘણી પ્રસંશા થઈ, તેમજ બાદશાહે પણ તેની સારી કદર કરીને વખાણ કર્યા અને તે સુબા સજાઅતખાનના મૃત્યુ સુધી ત્યાં જ રહ્યો હતો. તે પછી તેને પિશાકનું માન આપવામાં આવ્યું અને રજા લઈને તે અમદાવાદ તરફ પાછો ફર્યો.
સને ૧૧૧૩ હિતમાં માહે સફર માસની તારીખ ૧૩મી ને બુધવારના દિવસે સુબા સજાઅતખાનની આયુષ્યને અંત આવી રહેલો હોવાથી તે મૃત્યુ પામ્યો અને પિતાના ઘરની પાસે બનાવેલ મકરબા (દરગાહ) માં તેને દફન કરવામાં આવ્યો. એક કવિતામાં દર્શાવેલ છે કે –“ગમે તેટલાં વર્ષ સુધી દીર્ધાયુષ ભેગે, તે પણ એક દિવસ તે, જરૂર આ સંસારના સુંદર અને સુશોભિત મહેલોમાંથી જવાનું તો છેજ,
સુબાના મૃત્યુ પામ્યા પછી ખાજા: અબ્દુલ હમીદખાન દીવાને સરકારી નેકરને પોતાની સાથે રાખીને સુબાના માલ ઉપર જપ્તી મુકી, તથા સિપાહીઓમાં પગારના પૈસાને માટે જરા સરખે બખેડે ઉઠો. તે સઘળી હકીકત હજુરમાં લખી મોકલવામાં આવી અને બંદે બસ્ત તથા રક્ષણ માટે પુરતી તજવીજ રાખવામાં આવી. - ખરા પૂરાવાવાળી હકીકત ઉપરથી એવું જણાય છે કે, સુબા સજા
અતખાને પિતાના મૃત્યુ પામવા પહેલાં પિતાની હાલતને વિચાર કરતાં પિતાને નહિ બચવાની આશા જણવાથી પિતાનાં ઢેર, ઘોડા અને માણસે વિષે હજુરમાં લખી જણાવેલ હતું. જ્યારે તેના મૃત્યુ પામવાના ખબર બાદશાહના સાંભળવામાં આવ્યા ત્યારે તેની આવી પડેલી ખોટ અને તેની