SearchBrowseAboutContactDonate
Page Preview
Page 404
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૩૫૮ ] તે હુકમને અનુસરી સુબાએ પાટણના ફોજદાર સઈદ કાલેને રાજા અછતસિંહની તરફથી નિમાયેલા સારના નાયબ ફોજદારને, હળવદના રજદારને, પાલણપુરની જાગીર અને ફોજદારી ઉપર નિમાયેલા કમાલખાન જાલોરીને અને જે જે સ્થળોએ ચિત્તાઓ મળી આવે છે તે તે ઠેકાણે ઘણી તાકીદથી લખી મોકલ્યું અને પોતે જમીનદારીથી પેશકશી વસુલ કરવા તથા બંદેબરત કરવા અર્થે બહાર નિકળ્યો અને સંતોષકારક બંદોબસ્ત કરી દસ્તુર પ્રમાણે જોધપુર જવાને તૈયાર થયો. સને ૧૧૧૧ હિ૦ માં સીતાનની સરહદથી બાદશાહજાદા મુહમ્મદ અકબરની એવી અરજી હજુર ઉપર આવી છે, જેમાં સરહદ સુધી લેવા આવવાનું લખ્યું હતું. તે પરથી બાદશાહજાદાની મદદને માટે મારી પત્ર અને સુંદર પોશાક મોકલવામાં આવ્યો અને આ કામ આરંભનાર સુબો સજાઅતખાન તથા દરકદાસ રાઠોડ ઉપર ગુરજબરદાર ખાજા મહમદ જયા તથા મુહમદ રજાની સાથે હુકમો અમદાવાદ મોકલવામાં આવ્યા. તેઓ અત્રે આવ્યા ત્યારે બાદશાહને જાણ થઈ કે, આ અરજી સાચી નહતી, જેથી સઘળું કામ બંધ રહ્યું. તે સિવાય સજાઅતખાને ધંધુકા મહાલ અમલદારની અરજ ઉપરથી સોરઠના ફોજદાર મુહમ્મદ બેગને, તોફાની કાઠીઓને શિક્ષા કરવા માટે લખ્યું, કેમકે ધંધુકા પરગણું દરકદાસની જાગીરમાં કપાયેલું હતું. શેખ હિદાયતુલા ખબરપત્રીના લખવાથી બનાવોની નેંધબુકમાં સરકારે જોયું કે, ઈદગાહની મજીદમાં નિમાજ પઢનારાઓને જગ્યાની ઘણી તંગી પડે છે. તેથી સુબાના દીવાન ઉપર હુકમ આવ્યો કે, બે દરજાને કાઢી નાંખી ભજીદને વધારી આપવી. “યા ખુદા. તે વખતે મુસલમાનોને જગ્યાની સંકડાશ પડતી હતી અને આ વખતે એક હાર પણ પુરી થતી નથી.” એજ વર્ષમાં શેખ અકરમુદ્દીનની બનાવેલી નિતીશાળા અને મરછદ એક લાખ વીશ હજાર રૂપિયાથી પુરી બંધાઈ ચુકી હતી. તે પછી ધર્માધિકારીની અરજી ઉપરથી નિશાળ તથા વિદ્યાર્થીઓના ખર્ચને માટે સાવલી પરગણામાં આવેલું સુંદર ગામ તથા કડી પરગણમાં આવેલું સેહી આગામ અને ભેજ ખર્ચના દરરોજના બે રૂપીઆ સરકારમાંથી કરી આપવામાં આવ્યા. આ વખતે આ શોભિતિ નિશાળ પડી ભાગવાની તૈયારીમાં છે અને ગામો મરેડાઓને ભોગવટામાં ગયાં છે,
SR No.032077
Book TitleMirate Ahemadi Athva Gujaratno Itihas
Original Sutra AuthorN/A
AuthorPathan Nizamkhan Nurkhan Vakil
PublisherPathan Nizamkhan Nurkhan Vakil
Publication Year1963
Total Pages486
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy