________________
- [ ૩૪૫ ^ ]
દરકદાસ રાઠોડની અરજના સ્વિકાર તથા સુલતાન ખુલ અખ્તર અને સફીતુન્નીસા બેગમ ( બાદશાહજાદા સુહમદ અકબરનાં પુત્ર-પુત્રી)ને સજાઅતખાનની મારફતે હજીરમાં મેકલી આપવા અને સુલતાનની
સાથે મજકુર રાયનુ" હજીરમાં જવું,
આ વર્ષમાં પેાતાના તકદીરના સારા સોગે બાદશાહી લશ્કરના જોશના લીધે પીડા પામતા પા કે પહાડીઓમાં, જંગલ કે ઝાડીઓમાં ભટકતા અને તેારાની હુલ્લડે। મચાવનારા દરકદાસ પાતે કરેલાં કૃત્યાની માફી માગવા ઉભા થયા. આ લખાણની મતલબ એવી રીતે છે કે, ઘણા દીવસે ઉપર બાદશાહજાદો સુલતાન મુહમ્મદ અકબર પેાતાની દુળ અને ભટકતી સ્થિતિમાં પેાતાના પુત્ર સુલતાન ખુલંદ અખ઼ર તેમજ પેાતાની પુત્રી સફ્રીતુન્નીસા બેગમને દરકદાસ રાઠોડના હવાલામાં સાંપી ગયા હતા. તે બન્નેને સાથે રાખીને મજકુર રાઠોડ અતિ ભયાનક અને સકટભર્યાં પહાડામાં ભુખે દુ:ખે દહાડા ગુજારતા હતા. હવે તેનાં ભાગ્યહિણપણાનેા અત આવી રહ્યો અને સદ્ભાગ્યના વખત પ્રાપ્ત થતા હેાવાથી તેણે ઇશ્ર્વરીદાસ કે જે સજાઅતખાન તરથી ભરેાસાપૂર્વક કેટલાક મહાલાને અધિકાર ભગવતા હતા તેને એક અરજી લખીને જણાવ્યું કે, મારી આ અરજ શ્રીમત હજુર બાદશાહ સુધી પહોંચીને પાછી કબુલ થઇ આવે ત્યાંસુધી જોધપુરમાં રહેતી સરકારી ફેાજ મારા ઘર આગળ આવે નહિ. તેવિષે સુખે સજાઅતખાન જો મને વચન આપે તેા હું સીતુન્નીસા બેગમને હજુરમાં હાજર કરૂં. આ અરજી તેણે સજાઅતખાન ઉપર મેાકલી દીધી અને સુબાએ તે અરજી હજુરમાં મેકલી દીધી. જ્યારે તે અજી હજુરના વાંચવામાં આવી ત્યારે તરતજ પેાતાની પૂ ખુશાલી સાથે સજાઅતખાન ઉપર હુકમ મેકલ્યા કે, મજકુર દરકદાસને શાન્તી અને ધીરજ આપીને શાહજાદા બહાદુરની દીકરી સીતુન્નીસાને તેડાવી યેાગ્ય સરજામ સાથે હલ્લુરમાં આવવામાટે રવાના કરી દેવી.
જ્યારે આ હુકમ સજાઅતખાનને મળ્યા ત્યારે તેણે તે મુજબ તરતજ ઇશ્વરીદાસને આજ્ઞા લખી માકલી. તે આજ્ઞાનુસાર ઈશ્વરીદાસ અતિ ભયાનક અને દુઃખદાયક જગ્યામાંરહેલા દરકદાસ પાસે ગયા અને તેને