SearchBrowseAboutContactDonate
Page Preview
Page 390
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૩૪૪ ] ખર્ચ કરવું. હવે સુખાના દીવાન એતેમાદખાંએ દાહેાદની મસ્જીદની મરામતના ખર્ચ માટે જે અડસટા રૂપિયા ૧૪૩૦ ચૌદસા ત્રીસને કરીને માકહ્યા હતેા તેની મંજુરી આપવામાં આવી કે, વહેલાસર મરામત કરી લેવી. તે પછી સુખે સજામતખાંન પેાતાના ધારાપ્રમાણે પુરતા ખંદોબસ્ત કરીને પેશકશી લઇ મારવાડ તરફ રવાને થયા ત્યાં આઠ મહિના સુધી રહીને મા જમાદીઉલ અવ્વલ માસમાં પા અમદાવાદ તરફ રવાને થઇ આવી પહોંચ્યા અને પેાતાના કારાબાર ચલાવવા લાગ્યા. આ વર્ષે ખુલાકીમેગ નામનેા માણુસ કે જે ગુરજબરદારીની નાકરી કરતા હતા તે, લાખાવરણમલ અને તેના ભાઇ, કે જે નવાનગરના ક઼ાજદાર હતા તેને ટેટા (તકરાર) મટાડવા તથા સાડની રૈયતને પાકાર દૂર કરવામાટે હજીરમાંથી નિમાઇને આવી પહોંચ્યા. ત્યાર પછી પાટણના નાયબ ફાદાર મુહમ્મદ મુબારઝ ખામી કે જે, પાટણ તામે સાપા (ગામ)ના કાળા લોકોનાં હુલ્લડને શાન્ત પાડી તેને શિક્ષા દેવા માટે ગયેા હતેા તે, જ્યારે હુલ્લડ શાન્ત કરીને અગ્નિ મુકી પા રતા હતા તે વખતે તેને એક તીર લાગ્યું અને તેથી તે મૃત્યુ પામ્યા. આ ખબર સુખા સજાઅતખાનને પડતાં તેણે તે જગ્યાએ સદરખાન ખાખીને નિમ્યા અને મુહમ્મદ મુબારઝ ખાખીના દીકરાઓને ઘટતું મનસખ કરી આપ્યું; ગોધરાના ફાજદાર મુહમ્મદએગખાનના બદલાયાથી તે જગ્યાએ હજુરમાંથી મુહમ્મદ મુરાદખાનને નિમવામાં આવ્યે અને મુઅજમપુરની મસ્જીદ તથા અસાવલમાં આવેલી અણુ તુરાખની મસજીદ કે જે, ખંડિત થઇ ગયેલી હતી તેની મરામતમાટે સુખાના દાવાને રૂપિયા ૪૧૬૪ ચાર હજાર, એકસા ચાસાના જે અડસટા કરેલા હતેા તે વિષેની હજુરમાંથી મજુરી મળી અને તે સાથે એવી આજ્ઞા કરી કે, સરકારી રાજ્યના દીવાનાએ, વેપારીએ પાતાના માલ જે જગ્યાએ લઇ જાય તે જગ્યાએ તેએનું નામ લખી લઇ તેમની પાસેથી સાયરનું મહે સુલ વસુલ કરવું. આ વર્ષમાં વડાદરાના દીવાન મુહમ્મદ એગખાનની બદલી થવાથી તે જગ્યા અસાલતખાનને આપવામાં આવી અને સુબાને દીવાન એતેમાદખાન કે જે, સુબાની દીવાની તથા સુરતમંદરની મુસદ્દોગીરી કરતા હતા તે માહે શાખાનમાં સુરતમંદરમાં મરણને શરણુ થયેા.
SR No.032077
Book TitleMirate Ahemadi Athva Gujaratno Itihas
Original Sutra AuthorN/A
AuthorPathan Nizamkhan Nurkhan Vakil
PublisherPathan Nizamkhan Nurkhan Vakil
Publication Year1963
Total Pages486
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy