________________
[ ૩૪૩ ] હવે કોરેજનાં પાણીની મેરી કે જે ત્યાંથી જુમા મરદ વિગેરે સ્થળે થઈને જાય છે તે તુટી જવાથી સુબાના દીવાને તેની મરામત કરવામાટે રૂપિયા ૧૨૦૦ બારસોના ખર્ચને અડસટો કરીને હજુરમાં મોકલી આપો હતા. તે ઉપરથી હજુર હુકમ આવ્યો કે, આવાં ધર્માદા લેકોપયોગી ૫ન્યનાં કામ કરવામાં બિલકુલ એવી ઢીલ કરવી નહિ, કે જેથી કંઈ નુકસાન થવા પામે, માટે તેની તુરતજ વગર વિલંબે મરામત કરી લેવી અને પાટણ શહેરમાં આવેલી શેખ અહમદની બનાવેલી જુમાનજીદની મરામતમાટે પણ રૂપિયા પંદરસો સરકારી ખજાનામાંથી આપવા. આ વખતે ધોળકાને અમીન મીરહયાતુલ્લાખાન પોતાની નેકરીથી દૂર થઈને હિસાબ આપવા માટે હજુરમાં ગયો અને તેનો હોદો મુહમ્મદ બાકિર અસોફખાનીને આપવામાં આવ્યો. જ્યારે અમદાવાદની રોજનીશી ઉપરથી અહિંની હકિ. કત વિષે હજુરમાં જાહેર થયું કે, હજુ સુધી પણ મોંઘવારી ચાલુજ છે, તેથી હુકમ થયો કે, સને જુલુસના ધારા પ્રમાણે સદાવ્રતમાં સો રૂપિયાને વધારે કરે અને તે જ્યાં સુધી પ્રથમ મુજબ સંઘારત ન થાય ત્યાં સુધી ચાલુ રાખવો. હવે સજાઅતખાન પોતાના નિમીત વખતે મારવાડ તરફ ગયો અને ત્યાંથી પૂરતા સંતે લાયક બંદોબસ્ત જમાવી માહે જીલ હજ માસમાં પાછો અમદાવાદ આવી પહોંચ્યો.
સને ૧૧૦૭ હિ૦ માં મોટા કાછ ખાજા અબદુલ્લાએ હજુરમાં અરજ કરી કે, અમદાવાદમાં રાયખડ દરવાજા પાસે આવેલી પથરાની બાંધેલી સડક કે જે સાબરમતી સુધી જાય છે તે ભાંગી ગએલી હોવાથી લોકોને આવતાં જતાં ઘણી જ મુશ્કેલી અને હાડમારી ભોગવવી પડે છે. તે ઉપરથી સુબાના દીવાન ઉપર હુકમ આવ્યો કે, મજકુર સડકની મરામત જેમ બને તેમ વહેલાસર તાકીદેથી કરાવી લેવી અને આવાં હલકી રકમનાં નવાં ખર્ચ માટે બિલકુલ હજુર હુકમની વાટ જેવી નહિ; તે સિવાય વળી એ પણ હુકમ આવ્યો કે, ગરીબ-લાચાર કે નિર્ધન લોકો કે જેઓને કોઈ વારસ કે માલીક ન હોય અને તેઓ મરી જાય તો તેઓને દાટવા કે અવલ મંજીલે પહોંચાડવા માટે સરકારી રાજ્યના દીવાનોએ જે જગ્યાએ નિવારસી ખાતાઓની કચેરી હોય તેમાંથી અને જ્યાં તેવાં ખાતાં ન હોય ત્યાં જયા કરની કચેરીના ખજાનામાંથી કાજીને સાથે રાખીને જોઈતું