________________
BYR 1
કે, વડનગરનું મંદિર પાડી નાખવું. આ હુકમ મળતાં સુખાએ ત્યાંના ફોજદાર મુહમ્મદ મુબારઝ ખાખી ઉપર હુકમ લખી મેાકલ્યા કે, પરમાન મુજબ ત્યાંનું મંદિર પાડી નાખવું, અને શેરઅગનખાન કે જે, સેારના ફેાજદાર તથા તેહવીલદાર હતા તે સુખાની જાગીરના ધંધુકાના મહાલાનાં દ્વારઢાંખર લઇ ગયેા છે તે બધાં પાછાં ફેરવવાં અને ગામડાંએને કાંઈપણ હરકત ન થાય તેટલા માટે પૂરતા બ ંદોબસ્ત કરવા. આ વર્ષે પાટણનાં સાયર ખાતાંની જે ઉપજ ખાલસામાં લેવાતી હતી તે સજાઅતખાનની જાગીરમાં ઉમેરી આપવામાં આવી. ત્યારબાદ પાટણના આધકારીની જગ્યાએ અબ્દુલગની નામનેા માણુસ નિમાઇ આવ્યા અને પાટષ્ણુના નાયબ ફોજદાર સદરખાનની બદલી થવાથી તે જગ્યાએ તેના ભાઈ સુમારઝખાન ખાખીની નિમણુંક કરી પોતે મારવાડ જવા માટે તૈયાર થઈ જોધપુર ગયા. ત્યાંના નાયબ ક઼ાજદાર કાલ્ઝમબેગ મરણ પામવાથી તેની જગ્યાઉપર ફીરોઝખાન મેવાતીની નિમણુંક કરીને ત્યાંના બંદોબસ્તથી સંતાય પામી નિરાંતે સુખશાન્તિથી અમદાવાદ તરફ પાછા ફર્યાં.
સને ૧૧૦૬ હિમાં જોધપુરના ખબરપત્રીના લખવાપરથી સુબા સજાઅતખાનને જાણ થઈ કે, ત્યાંના કિલ્લાના અમલદાર મુહમ્મદ શકીએ શવ્વાલ માસની એગણીશમી તારીખે આ સંસારના ત્યાગ કર્યાં છે, અને તેની જગ્યાએ બીજા કિલ્લેદારના દાબસ્ત થતાં સુધીમાં વડાદરાને ફેાજદાર મુહમ્મદ એહલેાલ શેરવાની પણ મૃત્યુ પામ્યા, તેથી ત્યાંની ફાજદારી મુહમ્મદ એગખાનને આપવામાં આવી છે. આ વર્ષમાં પણ મેાંધવારી હાવાથી સાઅતખાને પરગણાના મુખ્ય અધિકારીઓને લખ્યુ કે, જે જે જાતનું અનાજ પરગણામાં નીપજે છે તેમાંથી અમુક ભાગ જાગીરદારા તથા રૈયતને આપવા, કે જેથી તે ત્યાંના બારામાં વેચાય; પણ એવુ’ બનવા દેવુ નહિ, કે જેથી ત્યાંના વેપારીએ જથાબંધ ખરીદ કરીને એકઠુ” કરી રાખે. તે પછી શહેરનાં પી ંએના અમલદારા ઠરાવવામાં આવ્યા, કે જે પેાતાને કાવે તેમ ખરીદી કરે અને તેમની પાસેથી ગરીબ કે લાચાર લોકો ખરીદ કરી શકે, પરંતુ ડીઆવિગેરે અનાજના વેપારીએ જથાબંધ ખરીદ કરી શકે નહિ.