________________
[ ૩૪૧ ]
રમાં રજુ થયા. તે હિસાબમાં (૪૨૫૪) ચાર હજાર, અસા ચાપન રૂપિયા દર્શાવેલા હતા. તે ઉપરથી હજુરે મજુરી આપી કે, મજકુર રૂપિયા અહિના સરકારી ખજાનામાંથી લઈને મરામત કરવી. તે સિવાય આઝમા માઢના કિલ્લાની મરામતને માટે એતેમાદખાનના નાયબ સૈ માહસનાએ ખજાનામાંથી સાત હજાર રૂપિયા આપેલા હતા, તે વિષેની ખબર અમદાવાદના ખબરપત્રીએના કાગળાથી સરકારમાં પહેાંચી. તે ઉપરથી હુકમ થયા કે, મજકુર રૂપિયા શામાટે આપવામાં આવ્યા? તેની મરામત સુખે તથા ફાજદાર પાતાના ખર્ચથીજ કરે અને આપેલાં નાણાં પાછાં વસુલ કરી ભરી આપવાં. ત્યારબાદ વી એવી ખબર હજુરના સાંભળવામાં આવી કે, દરકદાસની ઉશ્કેરણીથી અજીતસિંહ થલામાં ભરાઇ ખેઠા છે અને ત્યાં રહીને તાકાન તથા બખેડા ઉભા કરેછે. તે ઉપરથી સુખા સામતખાન ઉપર હુકમ આવ્યા કે, જોધપુર જઈ તાષાની લેાકેાને સરાડે પહાંચાડવા. તે હુકમ મળતાં સુખે બનતી ત્વરાએ તે તરફ રવાને થઇ ગયા. ત્યારબાદ પાટણથી આરસપહાણની જે ખસેા હેલ (શિલા) સરદારખાંએ મસ્જીદ, પાઠશાળા અને પોતાના ઘુમટને માટે મગાવી હતી તે અમદાવાદ આવી પહોંચી, અને ત્યાંના નાયબ ફેાજદાર સફદરખાન બાબીએ લખી જણાવી જાહેર કર્યું કે, જો આપને હજાર હેલની જરૂર હાય તા તેનેા બંદોબસ્ત પણ હું કરી શકું છું. તે પછી મુહમ્મદ સુલતાનનામના માણસ હજુરમાંથી મીરાના સરકારી ખબરપત્રીની જગ્યાઉપર નિમાઇને આવી પહેોંચી પોતાના કામકાજમાં દાખલ થયેા.
સને ૧૧૦૫ હિમાં બાદશાહજાદા આઝમશાહ બહાદુરના વકીલ મુલતાન નઝીરે હજુરમાં જાહેર કર્યું કે, બાદશાહજાદા—બહાદુરનાં કરમાનથી અમદાવાદમાં જે જણુસાની ખરીદી થાયછે તે ઉપર મહેસુલ લેવા માટે ત્યાંના મુસદીઓ તકરાર કરેછે. એ ઉપરથી સુમાના દિવાન એતેમાદખાન ઉપર હુકમ આવ્યા કે, સરકારી મુસદ્દીએ બાદશાહજાદા બહાદુ રની લખેલી માશી જસા જોઇ તેની નોંધ લઇ તેમાં તેમની મેહાર કરાવીને તે જસાના મહેસુલમાટે તકરાર નહિ ઉઠાવતાં જવા આપવી. તેસિવાય વળી સુબા ઉપર પણ ખાજા હુસનની સાથે હજીર–હુકમ આવ્યેા.