________________
[ ૩૪૦ ] મળે. આ કાછની નાણાંસંબંધીની હાલત ઘણુજ માઠી હોવાથી સુબાએ તેને બંદોબસ્ત થતાં સુધી પિતાન તરફથી દરરોજનો એક રૂપિયે કરી આપ્યો અને એજ પરગણામાં નોકરીપેટને પગાર જે જોધપુરની ફેજદારીથી અપાતો હતે તેનો બંદોબસ્ત કરી આપ્યો. તે પછી માહે જમાદીઉલ અવ્વલ માસમાં સુબો સજાઅતખાન મારવાડના બંદોબસ્તથી પરવારીને અમદાવાદ આવવા રવાને થશે. જ્યારે મજલ ઉપર મજલ મારીને પંથ કાપતો કાપત કડી તાબાનાં ગામ ચરંગમાં આવીને મુકામ કર્યો ત્યારે તેને માલુમ પડ્યું કે, એ મુસાફરીમાં પાણીની ઘણીજ અછત છે, તેથી તેણે ત્યાં એક મોટો કુવો ખોદાવ્યો, અને જ્યારે ફરજામખાંએ ખેરાલુમહાલને પિતાની જાગીરમાં આપવાની દરખાસ્ત કરી, ત્યારે વડનગરના નાયબ ફોજદાર મુહમદ મુબારઝ બાબીને લખવામાં આવ્યું.
સને ૧૧૦૪ હિ૦ માં વૃત્તાંત લેખક મુહમ્મદ જાફરે અમદાવાદની જે હકિકત હજુરમાં લખી મોકલી હતી તેથી શ્રીમંત બાદશાહને જાણ થઈ કે, સુબાએ દિવાનને કહ્યું કે-રાણી રૂપિયાના કારણથી એક મહિના થયાં યિતનો તમામ વહેવાર બંધ છે, અને જ્યારે મેં ટંકશાળના દરેગાના ગુમાસ્તાને કહ્યું કે, રૂપિયાનું વજન ઓછું થતું હોવાથી સરાફ લોકે તે ભાવથી પૈસામાં વધારે વટાવી લે છે તો તેથી રૈયતને ઘણું નુકસાન થાય છે, અને જ્યારે સરાફાને કહેવામાં આવે છે ત્યારે તેઓ કહે છે કે, ચલણી રૂપિયાનું વજન નક્કી કરી આપો, ત્યારે તે ગુમાસ્તો તેને જવાબ લાવ્યો કે, હજુર-આજ્ઞાસિવાય હું તે કામ કરી શકતો નથી. આ હકીકત ઉપરથી સુબાના દિવાન એતેમાદખાન ઉપર હજુર-હુકમ આવ્યો કે, ઓછાં વજનના રૂપિયાને નવા સિમાં બદલી નાખવા અને હુકમાનુસાર ત્રણ સુરખાને એક રૂપિયો ગણવો, પણ જે તેથી કમ હોય તો તેને ચાંદીમાં ગણો. તેવિશે સરાફો પાસેથી એવા મુચરકા લખાવી લેવા કે, ત્રણ સુરખા સુધીના રૂપિયાને બરાબર એક રૂપિયો ગણે, પણ જો તેથી ઓછા વજનના હોય તો જેટલા રૂપિયા હોય તે બધાને ટંકશાળમાં લઈ જઈ ગાળી નખાવીને ફરીથી સિક્કો પડાવે.
આ વર્ષે શહેર અમદાવાદનો કોટ, ઇમારતો અને કાંકરીઆ તળાવની ભરામતના ખર્ચને અડસટેલો હિસાબ સુબાના દિવાનની મોહોરવાળો હજુ