________________
[ ૩૩૮ ] સને ૧૧૦૩ હિ. માં અમદાવાદના બનાવોમાંથી હજુરમાં જાહેર થયું કે, સોરઠ, કેજદાર શેરઅફગનખાને લખ્યું છે કે, મુસ્તફાબાદ ઉદ્દે જગતને કિલ્લો સખત વરસાદના મારથી તુટી ગયે છે અને તેની દીવાલે પડી ગયેલી હોવાથી તેમાં તોફાની–બંડખોર લેકો આવીને આશ્રય લે છે. તે ઉપરથી હુકમ થયો કે, સુબાના દીવાન એતેમાદખાએ ઘણી જ ઉતાવળે કડીયા-મજુરે અને ભરૂસાદાર માણસને ત્યાં મોકલી દેવા, કે જેથી તેઓ જઈને કામ કરવું શરૂ કરે. આ વખતે સૈઈદ ઇદરીસ કે જે નડીયાદનો ફેજદાર તથા તેવીલદાર હતો તેના મૃત્યુ પામવાથી સુબાના દિવાને તેની માલમિલકત જપ્ત કરવા માટે માણસને મોકલ્યા, પરંતુ એ વિષેની ખબર જ્યારે હજુરમાં પહોંચી ત્યારે સુબાના દિવાન ઉપર હજુર હુકમ આવ્યો કે, એવા માણસો કે જેમના વારસો સરકારી નોકરીમાં હોય તેમના માલને કંઈપણ હરકત નહિ કરતાં તેના વારસોને સ્વાધિન કરી દે.
સુબો સજાઅતખાન જ્યારે કાઠીઆવાડમાં ઝાલાવાડનો બંદોબસ્ત અને જમીનદારની પેશકશીની વસુલાત કરીને નોકરી પટાની જાગીરોની તજવીજ કરી ત્યાંના નાયબ ફેજદાર મુહમ્મદ ઝાહીદને બંદોબસ્તમાટે તાકીદ કરીને પિતાના દર સાલના ધારાપ્રમાણે જોધપુર તરફ જવાને રવાને થયો, ત્યારે તેણે પોતાના ખાનગી દિવાન બિહારીદાસને પણ મુકી તથા માલી બંદબત અર્થે અમદાવાદ તરફ રવાને કર્યો. અને પિતાના તાબાના ફેજદારો તેમજ થાણદારોને પણ રાહ–રસ્તાઓના બંદોબસ્ત માટે સખત તાકીદ કરી. શેખ મુહમ્મદ ફાઈલ મનસીબદાર કે જે, હજુરમાંથી પરગણુઓના મહેસુલી કાગળ તથા સુભાના દશ વર્ષના હિસાબી કાગળો લેવા માટે આવેલ હતો અને જુબાનીઓ તથા દસ્તાવેજો જોવામાટે દીવાની દફતરે દેશાઈઓની રાહ જોતો હતો તેણે પોતાની હકીકત સુબાને, સુબાના પરગણાના મુખ્ય અધિકારીઓને, મનસબદારોને અને તેહનાતીઓને દીવાની મારફતે મોકલાવી હતી, જેથી કેટલાક જાગીરદારોએ આવીને હિસાબ રજુ કર્યા અને દેશાઈ લોકોએ વિલંબ કરેલી હોવાથી તેઓને તાકીદ કરવામાં આવી, તેથી બિહારીદાસે મજકુર શેખના કહેવા મુજબ મુદામ માણસોની મારફતે દેશાઈઓને બોલાવી હિસાબ રજુ કરાવ્યો. આ વખતે મીરઠા પરગણાના કાજીના હોદા ઉપર મુહમ્મદ શફી નામના માણસને હજુરમાંથી નિમવામાં આવ્યું, જેથી તે આવીને સુબા સજાઅખાનને