SearchBrowseAboutContactDonate
Page Preview
Page 384
Loading...
Download File
Download File
Page Text
________________ [૩૩૮ ] દુષ્કાળ અને કાગળીયાંના રાગના લીધે પ્રજાવર્ગ પૈકીનાં ઘણાં ખરાં માણસા નાશ પામ્યાં. હવે પાલણપુર વિગેરેના હિન્દુએ પાસેથી જયાવેરા વસુલ લેવાના હુકમ આવેલા હાવાથી સુખાએ તે હુકમ ધણી તાકીદથી કમાલખાન જાલારી ઉપર મેાકલ્યા, અને જાલારીએ પેાતાના પુત્ર ફીરોઝખાન કે જે પોતાની નાયખીનુ કામ કરતા હતા તેને તે હુકમિવષે ધણીજ તાકીદથી લખી મેાકલીને શેખ અકરમુદ્દીન ( જયા-અધિ કારી) ની જોઇતી મદદ આપી. તે પછી વડાદરાના ફે।જદારની બદલી થઈ, પણૢ ત્યાંના બદોબસ્ત ધણા મજબુત હતા તેથી સુબાની અરજ ઉપરથી તેની બહાલી થ; અને કુતએ-આલમ સાહેબની ગાદીવાળા મુહુ મ્મદ સાલેહે આ ફાની દુનિયાના ત્યાગ કર્યાં. એજ અરસામાં એવી ખબર આવી કે, દરદાસ રાઠોડે મારવાડમાં લુટાટ ચલાવી લોકોને દુઃખ દેવા માંડી હુલ્લડ મચાવ્યું છે. આ ખબર સાંભળીને સુબા સામતખાને જોધપુર જઇને સમયસુચકતા વાપરી ઘણાખરા રજપુતા તથા પટાવા પૈકીના કેટલાકને તેમના બાપદાદાના અસલી ધારાપ્રમાણે જાગીરના બદલામાં પટા કરી આપ્યા અને કેટલાકને નાયબ કાજીમેગની તજવીજ ઉપરથી મનસબમાં ઘટતા પગાર કરી આપ્યા. વિગેરે શુભેાપકારી નૃત્યાથી તે લોકાને રાજીખુશીથી પાતાને કબજે કરી લઇ સરકારી નોકરી તથા સરકારી કામે વળગાડી દીધા. મજકુર રાઠોડના તાકાવિષે પાલણપુર તથા સાંચારના ફોજદાર કમાલખાન જાલેારી ઉપર ધણીજ સખ્ત તાકીદથી એવું લખી મેાકલ્યુ કે, પાલણપુરથી જાલેાર જઇને ખખર રાખવી અને ચેડાક દીવસ જોધપુરમાં રહીને તૈયાર ફેાજથી કાજીમબેગને મીઠે જવુ, અને ત્યાંના ફેાજદારને પણ તાકીદે હુકમ કર્યાં કે, ભાડુતી જાનવરો તથા ગાડીવાળાએ પાસેથી એવા મુચરકા લેવા કે, જેથી તેએ વહેપારના માલને ઉદેપુરને રસ્તે થઈ અમદાવાદ પહોંચાડતા રહે. તે પછી મજકુર પરગણાના ફેાજદાર સુખહાનસિહુના બદલાયાથી તે જગ્યાએ કુવર મેહુકમસિંહને હરાવીને ોધપુરના દોખરતથી સંતેાપ માની સન મજકુરના જમાદીઉલઅવ્વલ માસમાં અમદાવાદ તરફ રવાને થઈ આવી પહોંચ્યા. તે વખતે પાટણના ક઼ાજદાર સદરખાન બાબીના લખવા મુજબ ખટાલી તથા સાંપરાના કિલ્લાની મરામતના ખર્ચના અડસટા કે જે એક હજાર રૂપિયાના કરવામાં આવ્યે હતા, તે રૂપિયા આપવામાટેને હુકમ ત્યાંના અમલદાર ઉપર લખી મેકલ્યા અને તેની મરામત કરવામાટે સખત તાકીદ કરી.
SR No.032077
Book TitleMirate Ahemadi Athva Gujaratno Itihas
Original Sutra AuthorN/A
AuthorPathan Nizamkhan Nurkhan Vakil
PublisherPathan Nizamkhan Nurkhan Vakil
Publication Year1963
Total Pages486
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy