________________
[ ૩૩૭ ] મજકુર વર્ષમાં મતિયા લેકનાં તોફાનને શાન કરીને સુબાએ ઠરાવેલી પિશકશી લેવા તથા બંદોબસ્ત કરવા માટે મારવાડ તરફ લક્ષ આપ્યું. આ સુબો પિતાની સુબેગીરીના વખત સુધીમાં છ માસ મારવાડમાં અને છ માસ અમદાવાદમાં રહેતો. જ્યારે તે મારવાડમાં રહેતા ત્યારે તેને ખાનગી દીવાન બીહારીદાસ અને કાછવિગેરે બાદશાહી મુસદીઓ સાથે રહીને જરૂરી કામો કરતા હતા. તેના વખતમાં દર વર્ષ કરતાં આ વર્ષે આવવા જવાના રસ્તાઓ અને સલાહશાન્તિનો બંદોબસ્ત ઘણો સારે રહ્યો હતો.
સને ૧૧૦૧ હિ, માં મારવાડનો બંદોબસ્ત જેવો જોઈએ તેવો થએલો નહિ હોવાથી સજાઅતખાને હજુરમાં લશ્કરના ખર્ચને માટે સુબાના સરકારી ખજાનામાંથી. મદદ લેવાવિષેની અરજ કરી. તે અરજ મંજુર થઈ અને સુબાના દીવાન એતેમાદખાન ઉપર હજુર હુકમ આવ્યો કે, તેની મહોરનું તમસુક લખાવી એક લાખ રૂપિયા આપવા અને તેની જાગીરોની વસુલાતમાંથી મજકુર રકમ બે વર્ષની અંદર વસુલ કરીને ખજાનામાં દાખલ કરવી. તે સિવાય વળી સજાઅતખાનની અરજ ઉપરથી એ વાત સરકારના જાણવામાં આવી કે, આઝમાબાદને કોટ બે વર્ષ થયાં વરસાદના જોશથી ટુટી ગયેલો છે, કે જેની મરામત પ્રથમ મરહુમ શાહવરદીખાને હજુર આજ્ઞાથી કરેલી. તે ઉપરથી હુકમ થયો કે, સુબાને દીવાન મરામતના ખર્ચને અડસટ કરીને કોટની મરામત કરે.
સને ૧૧૦૨ હિ. માં અમદાવાદ શહેરની કેટલીએક મજીદો મરામત કરવા લાયક થઈ ગઈ હતી. જેથી સુબાએ તેની મરામત માટે (૨૭૦૫૦) સત્યાવીશ હજાર-પચાસ રૂપિયાના ખર્ચને અડસટો કરીને હજુરમાં મોકલી આપ્યો હતો. તે ઉપરથી હજુર હુકમ આવ્યો કે, સુબાના દીવાનની મંજુરી લઈને મરામત શરૂ કરવી.
આ વખતે સુબો સજાઅતખાન કાઠીઆવાડના જમીનદારોની પેશક શીની વસુલાત અને બંદોબસ્ત કરવામાટે લશ્કર લઇને તે તરફ ગયો અને લક-સેરઠમાં આવેલું ગામ થાન કે જ્યાં તેફાની કાઠી લોકે વસતા હતા ત્યાં જઈ પહોંચ્યો અને તેઓના બચાવનો કિલ્લો કે જે. તેઓએ પિતાને માટે બનાવ્યો હતો તે કબજે કરી પાડી નાખીને પાછો છે. એજ વર્ષે સુરત, અમદાવાદ અને ભરૂચબંદરવિગેરે સ્થળોએ દુષ્ટ