________________
[ ૩૩૪ ] કામ છે. આ કામમાં બેસી રહેવું એ પાપનું કામ છે. એમ ધારી લેકેનાં ટોળેટોળાં ભેગાં થવા લાગ્યાં. તેમાં યુવાનથી તે વૃદ્ધ સુધીનાં માણસો પણ પોતાના સગાસંબંધીઓને સાથે લઈ, પૈસા ટકાને ગાંઠે બાંધી પિતાનાં વતનને છોડીને પોતાના જીવની જરાપણ દરકાર કર્યા વગર અમદાવાદ તરફ આવવા રવાના થઈ ગયા, અને નર્મદા પર આવેલાં ભરૂચની લગભગ આવીને હોડીમાં બેસી નદી ઉતરી આવ્યા. તેઓના આવી પહોંચવાની ભરૂચના ફેજદારને ખબર થતાં તેણે તેને અટકાવવા માંડ્યા, પરંતુ તેમાં મારામારી થતાં ભરૂચને ફોજદાર માર્યો ગયો અને ત્યાંને કિલો તે લોકોએ પોતાના હસ્તક લીધો. તે પછી ત્યાંની રૈયતના જાનમાલને જરાપણ નુકશાન નહિ કરતાં કીલ્લાની મજબુતી કરીને તેમાં આવી ઉતર્યા, અને થોડી મુદતમાં તેઓને બંડખોર લોકોની બીજી કેટલી એક ટુકડીઓ આવી મળી.
ત્યારબાદ આ ખબરો સાંભળીને વડોદરાને ફોજદાર તેઓનાઉપર ચઢી આવ્યો, પણ તે જગ્યાએ જીત મેળવી ઘણી મુશ્કેલ હતી; કેમકે તે કીલો ઉંચી ટેકરી ઉપર આવેલ છે અને વળી તેની એક બાજુએ નર્મદા નદી વહે છે. આ વખતે દુશ્મને ઘણુ હતા તેથી કોઈપણ રીતે ફાવી શકે તેમ નહિ હોવાથી મજકુર કેજદાર નિષ્ફળ થઈ પોતાના માણસો સહિત પાછો ગયો, અને મતિયાઓની સંખ્યામાં વધારો થવા લાગ્યો. તે પછી પ્રજામાં એવી વાયકા ચાલી કે, તેઓની (મતિયાઓની) ઉપર
ઘા બિલકુલ અસર કરતા નથી.” એવી રીતે કેટલાક દિવસો વિતી ગયા પછી આ બનાવવિષેની ખબર સુબાના લખવાઉપરથી હજુરમાં પહોંચી. તે ઉપરથી સુબા સજાઅતખાન ઉપર સ હુકમ આવ્યો કે, એ લોકોને એકદમ ઘણી જ ઉતાવળે દૂર કરવા માટે તેઓની તેજાનરૂપી અગ્નિને તલવારની તિક્ષણ ધારનાં પાણીથી ઓલવીને ભરૂચના કિલ્લાને બચાવી લે. તે હુકમને અનુસરીને સુબાએ નજરઅલીખાન તથા મુબાજખાન બાબીના તાબામાં તૈયાર લશ્કર સોંપીને મુસદીઓને તેહનાતી ફેજદારનું લશ્કર આપ્યું તથા પિતાના સાથીઓને મુકરર કરીને સાથે લઈ ભરૂચ પહોંચીને પુરતી સામગ્રીઓ તૈયાર કરી અને દમદમાં તેમજ ઘુસો બનાવીને આગળ લઈ જવાને સામાન ગલી આરીઓ સલામત રાખવા અને મરચાઓ બાંધવા મચી ગયા. ત્યારે તે તોફાની લોકો પણ પોતાના જીવની દરકાર કર્યા સિવાય