________________
[ ૩૩૩ ] ખુદાને ઉપકાર માની પગે લાગતા. તે લોકોને એ ધારો હતો કે, ખાલી હાથે પગે લાગવું નહિ, પણ જે કાંઈ મળે તે નજરાણું મુકવું. આથી સઈદસાહેબના પગ આગળ રૂપીયા તથા મહેરેના ઢગલા થતા. હવે ઔરંગજેબ બાદશાહના વખતમાં શરેહની આજ્ઞા પળાવવા તથા જુઠા ધાર્મિક ઝગડાઓ અટકાવવા માટે ઘણી જ સખત તાકીદ હતી. તેથી તેના બંદોબસ્તાથે તે લોકોએ ભેગા મળીને પિતાની હિમ્મતને આ કામમાં વા પરવાના કામને એક મુક્તિનું કારણ ગણીને માણસોને ધર્મના અંધકારમાંથી સતેજ કરવાના નિમીતે શીઆપણુનું તેહમત મૂકી જરાસરખું પણ બાકી નહિ રાખતાં કેટલાકને કેદ અને બંધીખાનામાં દાખલ કરતા.
ત્યારપછી આવા માણસો પૈકીના એક માણસે જ્યારે હજુરમાં સૈઈદ શાહજીની હકીકત અને તેના મુરીદેનું અધર્મીપણું જાહેર કર્યું ત્યારે શ્રીમંત બાદશાહે ધર્મરક્ષા કરવામાટે ધર્માધિકારી અને સુબાના કાજીને હુકમ કર્યો કે, મજકુર સઈદને હજુરમાં મોકલી દેવો, કે જેથી અહીં તેના પંથ અને આસ્તા વિગેરેની પુછપરછ વિગેરે તજવીજ થાય. આ વખતે સિઈદ શાહજી સઈદ ઇમામુદીનની દરગાહનજીક રહેતો હતો, જેથી અધિકારીઓએ તેને બોલાવવા માટે કેટલાક માણસો મોકલ્યા, પણ સઈદે અમદાવાદ આવવાનો ઈનકાર કરીને તે માણસને પાછા કહાડી મુક્યા. તે વિષે કાજીના જાહેર કરવાથી સજાઅતખાંએ સઈદ મંઝા નામના જમાદારને બારનેનપુરની લશ્કરી ટુકડીની સત્તા આપીને સઈદ શાહજીને લાવવા માટે હુકમ કર્યો. મજકુર સઈદ પિતામાં લડવાની શક્તિ નહિ હોવાથી તરતજ ખુશી થઈને રવાને થયો. તેનાવિષે એવું કહેવાય છે કે, ઘરથી વિદાય થતાંજ પોતે ઝેર ખાઈને પ્રાણઘાત કર્યો, અને થોડે દૂર જઈને મૃત્યુ પામ્યો, અને કેટલાક તો વળી એમ કહે છે કે, અમદાવાદ પહોંચ્યા પછી હજુરમાં જવાનો હુકમ સાંભળીને સુબાને મળી પાછા ફરતી વખતે ઝેર ખાઈ પ્રાણઘાત કરીને મૃત્યુ પામ્યો. તે પછી તેના બાર વર્ષના પુત્રને હજુરમાં મોકલાવી આપો.
હવે મજકુર સૈઇદના મૃત્યુ પામવાના ખબર તેના દુરના તેમજ નજીકના મુરીદોને પહોંચતાં તે લોકોનાં મન શોકાતુર થયાં અને મતિયા લોકો મતે ભરાઈને એવું ધારવા લાગ્યા કે, સુબાએ સૈઇદને ઝેર આપીને મારી નાખેલ છે, માટે તેનો બદલો લેવો એ ખાસ જરૂરી અને પુન્યનું