________________
[ ૩૩૨ ] થા, એ એક જાતના લોકો છે, કે જેઓ ખાનદેશ અને બકલાનામાં રહી ધંધો-રોજગાર કરી પિતાનું ગુજરાન ચલાવે છે, અને તેઓ મુસલમાન કહેવાય છે. જે લોકો પોતાના બાપદાદાના મુસલમાન હોવાને લીધે અમદા વાદના સુબાના રાજ્યમાં રહે છે તેઓને એમના કહે છે, અને જે લોકો એલક સોરઠમાં રહે છે તેઓને બેજા કહે છે. તેઓને ધર્મમાં દેરનાર સિઈદ ઈમામુદીન છે, કે જેમના ચમકારે જોઇને તે લોકો દેરાએલા છે. તેમની કબર અમદાવાદની હવેલી અને પરગણાનાં ગામ કરમતામાં છે, કે જે ગામ અમદાવાદથી સાત ગાઉ ઉપર આવેલું છે. જુદી જુદી જાતના કેટલાક હિન્દુલોકો ઈસ્લામની ખુબીથી માહિતગાર થઈ સૈઇદસાહેબના ધર્મમાં આવી મુરીદ થયેલા છે. તેઓનો ધર્મ ચાલતા ધર્મોથી કેવળ જુ
જ છે. સઈદસાહેબના મૃત્યુ પામવા પછી એ ધર્મમાં ખંડન પડીને કેટલાક ફાંટા પડેલા છે અને તેઓની આસ્તા કેવળ જુદા જ પ્રકારની છે. તેમના મુરીદો દર વર્ષે જે કાંઈ મળે તેમાંથી દસમો ભાગ ભેટ કરે છે. આ રિવાજ એટલી હદસુધી વધી ગયો છે, જે કઈ માણસને ત્યાં દસ છોકરા હોય છે તેમાંથી એક છોકરાને સૈઈદસાહેબને ભેટ આપે છે, અને સૈઈદસાહેબની ઓલાદની જે મરજી હોય તો તેની અવેજીમાં તેની કીસ્મત આપે છે, તથા વારસદાખલ તેમની ઓલાદમાં મુરીદોની વહેંચણી થાય છે. સઈદ સાહેબની ઓલાદ આ ઉપજપર મોજમજા માણે છે, અને લગ્નની વખતે મુરીદેને કન્યાદાનમાં પણ આપે છે. લખવા મતલબ કે, આ એક નવાઈ જેવી આસ્તા અને હેરતભરેલો પંથ છે. તેમજ ઘણાખરા મોમના લોકો પોતાની નાત-જાતમાં ખુલ્લી રીતે હિન્દુઓના જેવા જ રહે છે અને ધર્મ સૈઈદની તાબેદારી કરે છે.
જ્યારે સૈઈદ ઇમામુદીનના પૌત્ર શાહજીના ગાદી પર બેસવાનો વખત હતો, ત્યારે કેટલાક હજાર મોમનાઓ અને મતિયાઓ ભેગા થયા હતા. સૈયદ શાહજીને ઘણું મુરીદો હોવાથી મોટી મોટી ભેટો મળી, અને પિતે એક મોટો જબરદસ્ત માણસ છે એમ માનવાનું કારણું થઈ પડ્યું. સઈદ શાહજી પોતે ઘણોખરો વખત એક પડદા આગળ બેસતા અને લોકોથી ઘણીજડી મુલાકાત કરતા હતા. જ્યારે આસપાસના દેશવિદેશના લોકો આવી, મળવાની કે દર્શન કરવાની ઈચ્છા દર્શાવતા ત્યારે સૈઈદસાહેબ પિતાના પગ પડદાથી બહાર રાખતા અને તેને મુરીદ લોકો મોટો લાભ સમજીને