________________
[ ૩૩૧ ] સને ૧૧૦૦ હિજરીમાં મોટા કાજી ખાજા અબદુલાએ હજુરમાં અરજ કરી કે, અમદાવાદ શહેરની કચેરીઓના સિપાઈઓ વગર પગારે નોકરી કરે છે અને ત્યાંના રહેવાશીઓને રતા તથા ગલીઓમાં પકડી પકડીને તેમની પાસેથી નાણાં કઢાવ્યાવગર મુકતા નથી, વિગેરે ઘણી રીતે પજવે છે. તે પરથી સુબાના દિવાન ઉપર હુકમ આવ્યો કે, ત્યાંના મુસદીઓને જણાવવું કે વગર નોકરીના સિપાઈઓની તપાસ રાખવી અને સિપાઈઓને પણ તાકીદ કરવી કે, કોઈપણ માણસ પાસેથી કાંઈપણ લેવું નહિ. છતાં પણ જે કાંઈ લે, તો તેમને સજા કરીને શિખામણ દેવી. તે વિષેની ખરે ખરી હકીકત હજુરમાં લખી જણાવવી. આ વર્ષમાં એતેમાદખાન દિવાન તરફની ભેટ ગુજરાતી ચાર બળદની બે ગાડીઓ સાથે હજુરમાં આવી, અને તે શ્રીહજુરની નજરે મુકવામાં આવી. તે ભેટ જોતાંજ હજુરને પસંદ પડી. તે પછી સુબાનો ધર્માધિકારી તેમજ જઝિયા કરનાં વસુલાતી ખાતાંને ઉપરી અમલદાર શેખ મેહૈયુદ્દીન મરી ગયો, અને તેના દીકરા શેખ ઈરામુદ્દીને સરકારી રકમોનું જોખમ પોતે કબુલ કર્યું. જેથી તેના માલ ઉપર જપ્તિ આવતી બંધ રહી અને તેને તેના બાપના હોદાઓ આપવામાં આવ્યા.
- ત્યારબાદ મોટા કાજી ખાજા અબ્દુલ્લાએ હજુરમાં અરજ કરી કે, સેરઠ સરકારને બંદોબસ્ત રાખનાર પૈકીને ઘણાખરા માણસો કે જેઓ સત્તાધિકારીઓની સનદોના આધારે પિતાની ગુજરાનવાળી જમીનનો ભેગવટો ભોગવે છે તેઓને ત્યાંના મુસદીઓ તેઓની જમીનમાટે દરબારી સનદોનો વધ કાઢી પજવે છે; અને ખુલ્લી રીતે જોતાં તેઓમાં એટલી પણ સત્તા નથી કે તેઓ હજુરમાં આવીને સનદ મેળવે. તે ઉપરથી સરકારી હુકમ થયો કે, સુબાના દિવાને તેમની જમીનોને જપ્ત કરવાનું કે ખુંચવી લેવાનું કામ અટકાવીને તેઓને સનદ આપવી, અને જે જગ્યાના લોકો સુબાના દિવાન પાસે આવવાની શક્તિ ધરાવતા ન હોય તે જગ્યાએ પિતાને ભરોસાદાર માણસ મોકલી તજવીજ કરાવીને તેઓને ભોગવટાને હક તથા સનદો આપવી.
ભરૂચમાં મતિયા લોકેનું તોફાન, ' સજાઅતખાનની સુબેગીરીમાં આ બીના (ભરૂચમાં મતિયા લોકેનું બંડ) ખાસ નોંધ કરવાલાયક છે. તેની હકીકત એવી છે કે, મતિ