________________
[ ૩૩૦ ]
મળી જઇને હુલ્લડ ઉભું' કર્યું હતું. કાછમમેગે ખહાદુરી તથા અકલમંદીથી કાયમ રહીને નાયબપણું કબુલ કર્યું અને ત્યાંજ રહ્યો; જેથી સજામતખાને તેનામાટે ચેાગ્ય મનસખની ગાઠવણ કરી. આ વર્ષે સુબાને દીવાન અમાનતખાન સરકારી વસુલાતખાતાંમાં હુશિયારીથી તન દઇને કામ કરતા હતા તેના ઉપર પણ બાદશાહની મહેરબાની અને રહેમ-નજર થઇ, જેથી તેને અસલમાં વધારા કરી આપીને જાતીકા એહજાર રૂપિયાનુ મનસ” તથા માતેમીદખાનની પદવીનુ માન આપવામાં આવ્યુ, તે પછી મુખતારખાનના બદલાયાથી અમદાવાદની સુભેગીરીમાં સુરત દરની મુસદ્દીગીરી ઉમેરી દેવામાં આવી અને તેને સગા સેઇદ્ર મુહમ્મદ હસન કે જે ઈદરીસખાનના ભત્રીજો થતા હતા તેને દીવાનને નાયબ ડરાવવામાં આવ્યા.
વેચાણવાળી જગ્યાએ જકાત (મહેસુલ) લેવાના ઠરાવ
એજ વખતમાં સુમાના દીવાન ઉપર હજુર હુકમ આવ્યા કે, જકાત અધિકારીઓએ પેાતે વેપારીઓના જકાતવાળા માલને કંઇપણ હરકત કે અટકાયત કર્યાશિવાય તેની કિમ્મત નહિ અડસટતાં મેહેારવાળી રજાચિઠ્ઠી આપવી, કે જેથી તેએ તે ચિઠ્ઠી મેળવીને પેાતાના માલ બતાવવા માટે કાપડના અધિકારીઓ પાસે જઇને ખીજક ( ભરતીયાં ) પ્રમાણે રજુ કરે. તે પછી વેપારીએ તે માલનું જ્યાં આગળ વેચાણ કરશે ત્યાંઆગળ ત્યાંના જકાત–અધિકારીએ ધારાપ્રમાણે તે માલ ઉપર જકાત લેશે. પરંતુ એટલું તેા ખાસ ધ્યાનમાં રાખવુ કે, જે મેહારવાળી રજાચિઠ્ઠી વેપારીઓને આપવામાં આવી હેાય તે ચિડ્ડી તેએ ત્યાં બતાવે એટલામાટે તેઓ પાસેથી મુચરકા લખાવી લેવા બેઇએ. આ હુકમ આખા રાજ્યના સુખાના દિવાના ઉપર મેાકલવામાં આવ્યા. આ ઠરાવ કરવાનું કારણ માત્ર એટલુંજ કે, દરેક ચીજની કિમ્મત ખરીદીવાળી જગ્યા કરતાં વેચાણુવાળી જગ્યાએ વધારે ઉપજે છે, માટે આમ કરવાથી મહેસુલમાં વધારા થાયછે. પરંતુ વેપારીએ વળી એવી ચાલાકી કરવા લાગ્યા કે, જે જગ્યાએ જકાત કે મહેસુલ લેવાનેા બિલકુલ ધારા નહાતા તે જગ્યાએ જ તે પેતાના માલનું વેચાણ કરવા લાગ્યા, કે જેથી જકાત આપવી પડે નહિ. તેમ થવાથી મહેસુલમાં નુકશાન થવા લાગ્યું. જેથી ફરીથી ખરીદીવાળી જગ્યાએ જકાત લેવાના રાવ થયા, કે જે વિષેનું વર્ણન હવે પછી તેની જગ્યાએ વર્ણવવામાં આવશે.