________________
( ૧૨ ). તેનું માસિલ માફ કર્યું અને બાકીના દશ મહાલની જમાબંધી પચીસ લાખ ચંગેઝી કે જેના વિશલાખ રૂપિયા થાય છે તે નીચે જણાવેલ પિટા પ્રમાણે છે
ગોધર હવેલી પરગણું-૧૭૧ એકસે એકોતેર ગામડાંની વીસ લાખ ચંગેઝીની ઉપજ
સહરા પરગણું-૨૪ ચોવીશ ગામડાંની પાંચ લાખ ચંગેઝીની ઉપજ. મેરાલ પરગણું-ચાર લાખ ચંગેઝીની ઉપજ.
સમધા ઉફે નાસીરઆબ પરગણું-૪૨ બેતાલીશ ગામી આઠ લાખ ચંગેઝીની ઉપજ.
દુદીઆ પરગણું-૩૨ બત્રીશ ગામડાંની બે લાખ ચંગેઝીની ઉપજ. અંબાલા પરગણું–૪૨ બેતાલીશ ગામડાંની બેલાખ ચંગેઝીની ઉપજ. છોલેદ પરગણું-૮૪ ચેરાસી ગામડાની આઠ લાખ ચંગેઝીની ઉપજ. મોરદા પરગણું–૨૪ ચોવીશ ગામડાંની દશ લાખ ચંગેઝીની ઉપજે, લુહાના પરગણું-૨૪ ચોવીશ ગામડાંની બે લાખ ચંગેઝીની ઉપજ.
હાદ પરગણું–૧૨ બાર ગામડાં, બેલાખ ચંગેઝી જાગીરમાં આપિલાં હતાં.
ગઝનવીખાન (મલેકખાનજી જાલોરીના દીકરા)ની જાગીર-તે સાત હજાર સ્વારથી નેકરી કરતો હતો અને તેના બદલામાં નીચે બતાવ્યા મુજબ દશ કરોડ ટંકચા એટલે દશ લાખ રૂપિયા પિતાના કબજામાં રાખતો હતો.
જાલેર–ટંકશાળ, માંડવીનું હાંસલ અને પરગણાની ઉપજ કે જેના અગિયાર મહાલો અને ૬૦૦ છસો ગામડાં હતાં તેને ત્રણ લાખ ને સિતેર રૂપિયા જોધપુર તાબામાંથી વસુલ લેવાતા અને સુલતાનના ખાલસામાં આવતા હતા તથા ચોથા ભાગના જમીનદારોને અપાતા હતા. ત્રણ હજાર સ્વાર ગઝનીખાનની નોકરીમાં હાજર રહેતા હતા અને તેની પેદાશ બે લાખ ને પોતેર રૂપિયાની હતી.
નાગર શહેર-આ શહેર કેટલાંક વર્ષથી ઉજડ હતું, અને મલેક ખાન પઠાણની ભલામણથી પડી ગયેલા કિલ્લાને નવેસરથી મરામત કરી આબાદ કરેલો તથા અડધી જમીન ગામડાં તથા પરગણાની રજપુતેની વતનદારીમાં આપેલી કે જેઓ બે હજાર વારોથી ગઝનવીખાનના તાબામાં નોકરી કરતા હતા. તેની પેદાશ બેલાખને પચાસ હજાર રૂપિયાની હતી.