________________
[ ૩૧૨ ] નખાન ઉપર મોકલ્યા. આ સાર્વજનીક બંડ હતું, તેથી તેને ઉપાય સુ. બાએ એ કર્યો છે, જે માણસે આ બંડથી પિતાને માટે લાભકારક કુલ ખીલવેલાં હતાં, તેની જ જીંદગીની ઇમારત તોડી પાડવી. આમ ધારીને તેણે મોટા વિદ્વાન લોકો અને પીર લોકોને બોલાવીને ઉજાણીને ડેળ કર્યો અને તેમાં શેખ અબુબકરને પણ નોતરવામાં આવ્યો.
જ્યારે સભા ભરાઈ ગઈ અને પંગત તત્પર થઈ ગઈ ત્યારે મુહમ્મદ અમીનખાને ( સુબાએ ) પેલા શેખ સાહેબને પિતાની પાસે બેસાડીને ઝેર ભેળવેલા થોડાક કકડા પિતાના હાથે ખાવા માટે આપ્યા, અને ખાધા પછી હિંદુ વિગેરે બીજા માણસો જુદા થઈ ગયા, કેમકે આ ઉજાણી તે ફક્ત શેખનેજ માટે કરવામાં આવી હતી. “ જગતરૂપી પતરાળાં ઉપર હાથ લાંબે ન કરે; કેમકે આ કેળીયાને ઝેરથી મિશ્ર કરેલા છે. ? હવ ખાતાંવારજ શેખની પ્રવૃત્તિમાં ફેર જણાવા લાગ્યો, અને તે સભામાંથી ઉઠીને ચાલતો થયો, ત્યારે સુબાએ કહ્યું કે “ શેખસાહેબ ! આટલી બધી ઉતાવળથી ક્યાં જાઓ છો?” ત્યારે તેણે જવાબ આપ્યો કે “ મારા માટે એક ઘર તૈયાર કરવામાં આવ્યું છે ત્યાં જાઉં છું.” આટલું કહેતાં કહેતાં તે તે ઘરે પહોંચતાં પહેલાં સુન્યકાર સંસારભણી ચાલતો થયો. આ વર્ષમાં મોટો કાછ મુલ્લાં અહદ સુલેમાન પણ આ ક્ષણભંગુર સંસારમાંથી તે સજીવન સંસારભણી રવાના થયો.
સને ૧૦ ૦૩ હિ૦ ને જમાદીઉસ્સાની માસની તારીખ બાવીશમીની મધરાત્રે કેટલાક દિવસથી બીમારી ભોગવતે મુહમ્મદ અમીનખાન આ દેહ છોડી ચાલ્યો ગયો. તેના શબને ભદ્રના કિલ્લાની અંદર કચેરીના દર વાન પાસે દફનાવવામાં આવ્યું, અને તેની ઘોર ( કબર ) ઉપર એક રોજે તથા અરજદ બાંધવામાં આવી, કે જે હાલ સુધી છે. કોઈ એક શાયરે “ મુહમ્મદ અમીન મુરદહ ” એટલે “મુહમ્મદ અમીન મરી ગયો” એના દરેક અક્ષરના આંકડામાંથી તેના મૃત્યુની સાલ શોધી કહાડી છે.
થોડાક દિવસ પછી તેના શબને બહાર કહાડીને એક પવિત્ર સ્થાને પહોંચાડવામાં આવ્યું. ત્યારપછી કેટલાએક બાદશાહી નોકરોને સાથે મેળવીને સુબાના દીવાન મુહમ્મદ લતીફે તેની તમામ મીલકત તથા જીવતા ભાલને કબજે કરીને તેની ( સુબાની ) હકીકતની કેફીઅત દરબારમાં