________________
▾
[ ૩૧૩ J.
જાહેર કરી. તે ઉપરથી સુબાના દીવાન ઉપર હુકમ આવ્યો કે, સરકારમાં કેટલીક એવી ખબર મળી છે કે, મુહમ્મદ. અમીનખાનના મૃત્યુ પામવાની ખબર ત્યાંના મુસદીઓએ કેટલાએક દીવસ સુધી છુપાવી રાખી છે, અને તેની માલ મીલકતમાં ઘણા ફેરફાર તથા ઉલટપાલટ કરી નાખી છે. તેથી ફરમાવવામાં આવેછે કે, કારખાનાંઓને જપ્ત કરવામાં ઘણીજ સંભાળપૂર્વક સાવચેતી રાખીને કરકસર કામે લગાડવી. જે કાંઇ ગાલમાલ કે ગેરવ્યવસ્થા થઈ હશે, અથવા તે! કાંઇ ગેર વક્ષે ગયેલ હશે, તેા ઘણીજ સારીતે ખુલાસા લેવામાં આવશે. તે ઉપરાંત એવા પણ હુકમ થયેા કે, થાણા તથા સિબંધીના માણસા કે જેમને મુહમ્મદ અમીનખાન સુખાએ બંદોબસ્ત માટે રાખેલા છે તેને સુખાના મૃત્યુની તારીખથી તે નવા સુખે! આવી પહોંચે તે તારીખસુધી પ્રથમના દસ્તુર મુજબ કાયમ ગણી સરકારમાંથી પગાર આપતા રહેવું, કે - જેથી તે ખબરદાર રહીને શુદ્ધ અંતઃકરણથી ફરજ બજાવી મજબુતીથી દેખત ટકાવી રાખે; તથા જાનવરેા માટે ખારાક હુજુરમાંથી આવી પહોંચે ત્યાંસુધી ખાતાંના ધારાપ્રમાણે જે બોખરતથી મુહમ્મદ અમીનખાનના વખતમાં આપવામાં આવતા હતા તે પ્રમાણે ખારાક આપતા રહેવું, કે જેથી જાનવરા પણ સુખી અને આબાદ રહેલાં જણુાય.
વળી ખીજું એ કે, દીવાન, ખાનસામાન, સુનશી, મુલ્લાં યુસુફ, અલીબેંગ વિગેરે અા કામદારા તથા સરકારી જાણીતા નાકરેમાંથી કોઇની મરજી સરકારી સેવામાં હાજર થવાના લભ લેવાની ડાય તે તેમને હજુરમાં રવાને કરવા. આ વખતે સુખાના તેહેનાતી પૈકીને અધિકારી શાહ દીખાન સરકારમાં અરજ કરી મંજુરી મેળવીને નવા સુખે નિમાઇ આવતાં સુધી સુખાને હાદો ચલાવવા લાગ્યા; અને સુહમ્મદ અમીતખાનની સંગતવાળા કેટલાક ઇરાનીએ તથા તુરાનીએ અહમદાબાદને પાતાનું વતન બનાવીને રહેઠાણુ કરી બેઠા, કે જેમના કુટુંખી–સગાસ્નેહીઓ હાલસુધી આ શહેરમાં વસે છે. મુહમ્મદ અમીનખાને જે બધારણ બાંધ્યું હતું, તે વિષે સત્યવક્તા બાદશાહની રસના મુહમ્મદ ( જીભ ) થી કેટલીક વખતે એજ શબ્દો નિકળતા હતા કે, અમીનખાનના જેવા દેખસ્ત કોઈપણ સભાએ કરેલા નથી !!! ”
rr