________________
[ ૩૦૭ ] ૪–આશ્રીતની પાસેથી એવી રીતે કર વસુલ કરે કે, કર આપનારો કરનાં નાણાં લઈ પિતે ચાલીને આવે અને વસુલ કરનાર બેસી રહે. આપનારે આવીને પોતાના હાથ નિચા રાખીને ઉભો રહે તથા લેનાર હાથ ઉંચા કરીને લઈ લે અને તે વખતે એમ કહે કે, એ આશ્રિત ! જિઝ લાવ, અને જે પિતાની તરફથી કોઈ માણસ કર મોકલે તો, તે કબુલ રાખવો પણ લેનાર તેને માટે લાગુ કરે નહિ.
૫–આ કરની વસુલાત ગૃહસ્થપાસેથી દરવર્ષ કરી લેવી અને મધ્યસ્થ તથા ગરીબને છુટ આપવી કે, તે બન્ને આખા વર્ષને કર એકી વખતે કે બે હફતે અને ગરીબો ચાર હફતે આપતા રહે.
–આ કર મુસલમાન થવાથી અથવા તે મોત આવેથી માફ જાણવો.
–કર આપવાની મુદત પહેલાં કોઈ માણસ ઉમ્મરલાયક થઈ જાય, કોઈ ગુલામને છુટો કરવામાં આવે, નિરાશ્રીત આશ્રીત થઈ જાય અથવા તો રોગી નિરોગી થઈ જાય છે, તેમની પાસેથી કર લેતાં પહેલાં તે સાલને કર દરેક માણસની વિગત પ્રમાણે વસુલ કરે; પણ જે કરની વસુલાત લીધા પછી કોઈ ઉમ્મરલાયક થાય, ગુલામ છુટો થાય, નિરાશ્રીત આશ્રીત થાય અને રોગી નિરોગી થાય તો પણ તે વર્ષ, તેમની પાસેથી એક વખત લીધા પછી કંઈપણ વસુલાત કરવી નહિ. .
૮–જે આશ્રિત પૈકીને કોઈ ગરીબ, ગૃહસ્થ થઈ જાય અને ફરી તેજ વર્ષમાં તે ગરીબ થઈ જાય, તો જવું જોઈએ કે, જે તે માણસ વર્ષમાં વધારે વખત સુધી ગરીબ હાલતમાં રહ્યો હોય, તો તેની પાસેથી ગરીબીને કર લેવો; પરંતુ જે તેણે અધું વર્ષ ગરીબી અને અર્ધ વર્ષ ગૃહસ્થામાં ગુજાર્યું હોય તે, તેની પાસેથી મધ્યસ્થ કર લેવો.
૮–જે કોઈ આશ્રીત માણસ અધું વર્ષ કે તેથી વધારે મુદત માંદો રહ્યો હોય તે તેની પાસેથી કર લે નહિ.
આ કામને માટે સરકાર બાદશાહે ઈનાયતુલ્લાખાનને નીમીને એવો હુકમ કર્યો કે, સરકારી નોકરી પાસેથી આ કરની વસુલાત લેવી કે માગણી કરવી નહિ, પરંતુ તે સિવાયના સઘળા આશ્રીતો પાસેથી શરેહપ્રમાણે વસુલ કરતા રહેવું. આ હુકમ મળવાથી ઇનાયતુલ્લાખાને સઘળા રાજ્યમાં ધર્માધિકારીઓ ગોઠવી દઈ, કરની વસુલાત કરવા માંડી. તેમાં ગુજરાતના