________________
[ ૩૦૬ ] સઘળાં કામને શરેહનાં ઘેરણાથી બાંધી લીધાં હતાં અને તે પ્રમાણે બંદોબસ્તના ધારા પણ ચાલુ કર્યા હતા. આ વખતે સરકારને ધર્મયુરત જોઈ વિદ્વાનલેકો તથા મુસલમાન-ધર્મ-શાસ્ત્રીઓએ અરજ કરી કે, શરેહપ્રમાણે ગેરમુસલમાનો કે જેઓ આશ્રિત (સત્તાતળે) રહીને મુસલમાન પ્રજાની માફક ગણાઈ સર્વ હકોને લાયક થાય, તેમની પાસેથી આખા રાજ્યમાં એક કર, કે જે “જિઝયા' (જયા વેરો) ના નામથી ઓળખાય છે તે લેવો જોઈએ. જેથી તે કેટલો અને કેવી રીતે વસુલ કરવો તે ધા ર્મિક પુસ્તકોમાંથી ટાંકી લઈ બાદશાહની સન્મુખે રજુ કરી.
૧–ખ્રિસ્તી, યાહુદી, પારસી, ગરઅરબ અને મુર્તિપૂજકો ઉપર એ કર લાગુ કરે, અને નિરાશ્રિત-મુર્તિપૂજક, ધર્મથી ફરી ગએલા, પુખ્ત ઉમ્મરે નહિ પહોંચેલા, અપંગ, આંધળા, ગાંડ કે ભીખારી અને ગેરા ગૃહસ્થને એ કરથી માક જાણવા.
– દરેક સાલે ગરીબ પાસેથી બાર દિરહમ, મધ્યરથ (સાધારણ સ્થિતિવાળા) પાસેથી ચોવીસ દિરહમ, અને મેટા પૈસાદાર ગૃહ પાસેથી અડતાલીશ દિરહમ વસુલ કરવા; ( દિરહમ-એટલે આશરે ચાર આનાની કિંમતને સિકો) પરંતુ હાલમાં દિરહમે ચાલુ થયા નથી તેથી ત્રણ તલા ને એકમાસ ચાંદી તથા પોણાચાર માસા ને તે ઉપરાંત એક માસાના વીસમા ભાગ જેટલું ત્રાંબું લેતા રહેવું. ઉપર બતાવ્યા મુજબ દરેક પાસેથી દરવર વસુલાત કરવી અને તેમાં તે સિવાય બીજી અડચણો કરવી નહિ. તથા જે કોઈ રૂપિયા આપે, તે તેટલું જ વજન કરીને લેવા, અને દિરહમ ચાલુ થયા પછી તો દિરહમોજ લેવા.
–ગરીબ, મધ્યસ્થ અને ગ્રહ–આ ત્રણે નામમાં મતભેદ છે, માટે આ પ્રમાણે વર્તવું - ગૃહસ્થ તેને જાણે કે, જેના કબજામાં દશ હજાર કે તેથી વધારે દિરહમો હોય ! મધ્યસ્થ તેને જાણો કે, જેની પાસે બસો દિરહમોથી વધારે હોય અને ગરીબ તેને જાણો કે, જેની પાસે બસો દિરહમોથી ઓછા હોય તે લોકો પાસેથી વસુલાત કરવી, પણ જે કોઈની પાસે કંઈ ન હોય તે, તે વખતે કર લેવો કે, જ્યારે તેની પાસે તેની આવકમાંથી પોતાના કુટુંબની ખાધાખેરાકી બાદ કરતાં વધારો જણાય છે પરંતુ જે કંઈ વધારે માલુમ પડે નહિ, તે કંઇપણ લેવું નહિ.