________________
| [ ૩૦૨ ] લેક, પરગણું તથા ગામનો ઇજાર (કંટ્રાકટ) પિતેજ રાખી લે છે, અને તેથી રૈયત ઘણી દુઃખી થઈ ભિન્નભિન્ન પ્રકારનાં સંકટો ભોગવે છે. આ ઉપરથી સુબાના દીવાન ઉપર હુકમ આવ્યો કે, ખાલસા તથા સુબાની તેવીલદારીમાંના કોઈએ ઈજારાનું કામ કરવું નહિ, તેમ યતથી કોઇપણ પ્રકારે વધારે માગણી કરવી નહિ. આ હુકમવિષેની ખબર ધેળકા વિગેરે પરગણાના અમીન સિઈદ આજમ તથા બીજા મહાલના અમીનને આપવી, કે જેથી તેઓ હુકમ પ્રમાણે અમલ કરે.
હવે રજપુતના બદોબસ્તને માટે નિમાયેલી સરકારી સ્વારી કે જે, ક્ષેમક્ષેત્ર અજમેરમાં હતી, તેને બોલાવવાથી ઉદતુલઅલ્ક શણગારેલી સન્યાસહિત હજુરમાં અગ્યાર દહાલમાં જઈ પહોંચ્યો. તે વખતે સુબાના દિવાન ઉપર હુકમ આવ્યો કે, એક વેંતાલીશ મોહોરો અને પાંચ લાખ રૂપિયા તારીખ ૧૫ મી મેહરમ સને ૧૦૮૮ હિ. સુધીમાં જમે છે એવી ખબર હજુ રમાં આવી છે, તો તે રકમ મુહમ્મદ અમીનખાનની સાથે હજુરમાં મોકલી દેવી. ત્યારબાદ થોડાક દહાડા પછી ઉમદતુલમુક બાદશાહી ઈનામ-અકરામો મેળવી, રવાને થઈ પાછો પોતાની સુબેગીરી પર આવી પહોંચ્યો.
તે પછી ૧૫૮૦) પંદર-એંશી રૂપિયા અડસટાપ્રમાણે શેફખાનની બનાવેલા વિધાલય, મજીદ અને હમામ (સ્નાન--સ્થાન) ની મરામત કરવા માટે આપવામાં આવ્યા. અહમદાબાદની ટંકશાળમાં તથા કેટલાક ધાતુ ગાળનાર તારકશ લોકો કે જે, સીરમાલના નામથી ઓળખાય છે અને જેઓ અહમદાબાદી બાદલામોરનું કામ, કારખાનું સ્થાપવામાં આવ્યું ત્યારથી કેઈને શામેલ કર્યાસિવાય કરતા હતાં અને કોઈને ધંધાની માહિતી થવા દેતા નહોતા. આ વિષેની ખબર જ્યારે હજુરમાં થઈ ત્યારે હુકમ થયો કે, શહના ધારાપ્રમાણે કોઈને મના કરવી યોગ્ય નથી, માટે તે ભેદ કાઢી નાખવો. આ વર્ષ સુબાના દીવાન ઉપર હુકમ આવ્યો કે, ગુજરાતના સુબાપૈકી વીસલનગર પરગણાને રસુલનગર નામ આપવામાં આવ્યું છે, માટે દીવાની દફતરમાં સરકારી ફરમાન પ્રમાણે વીસલનગરને બદલે રસુલનગર દાખલ કરવું. આ વખતે અત્તર કાઢનાર સરકારી ચેલો મુહમ્મદ મુકીબ હજુર હુકમથી બાદશાહી બગીચાઓનાં ગુલાબવિગેરે ફુલોનું અત્તર કાઢવા માટે નિભાઇ આવ્યો.
સને ૧૦૮ ૮ હિજરીમાં સુબાના દીવાન ઉપર એવા પ્રકારનું સરકારી