________________
( ૩૦૧ ]. રાર કરે છે. તે પરથી હુકમ થયો કે, માફ થયેલા રોકડ મહેસુલના બદ. લામાં એમ ગણાયું હોય તે પગાર કરી આપવો. ત્યારબાદ સને ૧૯૮૭ હિજરીમાં દેહદ કસ્બામાં એક ધર્મશાળા તથા મજીદ બાંધવા માટે ૭૬ ૩૦૦) છોંતેરહજાર ત્રણસો રૂપિયાની રકમ અડસટવામાં આવેલી હતી અને તે પ્રમાણે સુહમ્મદબેગ દરોગાના ઝડપથી કામ લેવાના બંદોબસ્તને લીધે તાકીદે પુરી બંધાઈ રહીતથા જે ઠેકાણે સતીદાસનું મંદીર હતું તે ઠેકાણે ગરીબ મુસલમાનોના રહેવાને માટે મજીદના તાબામાં ખાલસા જમીન બક્ષિશ કરવામાં આવી. તે પછી સિઇદ બાકરને અહમદાબાદના મુહતસિબ (ધર્માધિકારી)ની જગ્યાએ નિમવામાં આવ્યો, અને લંગરખાનાની ખેરાતમાંથી દરમાસે રૂપિયા પચીશ અને સોળ રૂપિયા પરચુરણ ખર્ચમાંથી,તેમજ છે દિલ સિપાહી ખજાનામાંથી રાખવામાં આવ્યા. શહેરના કોટની દીવાલ તથા ભદ્રના કિલ્લા માંહેલા મહેલો, જે જીર્ણ થઈ ગએલા હતા તેની મરામત કરવામાટે અડસટાપ્રમાણે ૨૮૦૦) બેહજાર નવસો રૂપિયા સુબાને દીવાન ખજાનામાંથી આપે એવો હુકમ થયે; તથા અહમદાબાદ અને પાટણના સાયરના મહાલે જે, સુબાની જાગીરમાં ગણુતા હતા તે ખાલસામાં લઈ લેવામાં આવ્યા.
મજકુર સનના માહે જમાદીઉસ્સાનીની તારીખ પંદરમીએ શેખ નિઝામુદ્દીન એહમદની બદલીમાં મુહમ્મદ શરીફ સુબાની દીવાની ઉપર નિમાઈને અહમદાબાદ આવી પોતાનું કામ ચલાવવા લાગ્યો અને મજકુર શેખ માળવાના સુબાની દીવાનગીરી ઉપર બદલાયો.
પહેલાં હજુર હુકમ પ્રમાણે ઉનુલમુક અસદખાનની અરજ ઉપરથી મીરખાન અહમદાબાદ શહેરમાં આવીને થોભ્યો હતો. આ વખતે મોટા મોટા સરદારોએ તેના ગુન્હાની માફી આપવા માટે હજુરમાં અરજ કરી હતી. તેઉપરથી બાદશાહે તેના ઉપર કૃપા કરીને તેના ગુન્હાની માફી આપી, પ્રથમની માફક મનસબ તથા ખિતાબ આપી હજુરમાં બેલાવી લેવાનું ફરમાન મોકલાવ્યું. તે પછી મુહમ્મદ અમીનખાન સુબાનો બંદોબસ્ત અને પેશકશી વસુલ કરવા માટે નિકળી પાટણ સરકારમાં આ વેલાં કાકરેજ તરફ ગયો અને ચાર માસ સુધી ત્યાંના હુલ્લડખોરોને શિક્ષા કરવામાં રોકાયો. આ વખતે શ્રીમંત બાદશાહને એવી અરજ કરવામાં આવી હતી કે, અહમદાબાદના સુબાના તાબાના ચદરી તથા મુકદમ