________________
[ ૩૦૦ ] વામાં આવી છે, જેથી ખબડદાર, કોઈએ પણ રકમ લેવાને બહાને તે લકોને હેરાન કે હરકત કરવી નહિ. જે લોકો પાસે પાછલી સાલનું લેણું નિકળતું હોય અને તે હાજર હોય, તેમ તે આપી શકે એવી સારી સ્થિ તિમાં હોય તે તેમની પાસેથી વસુલાત કરવાની ગોઠવણ કરવી, પણ જે ગરીબ અવસ્થામાં હોય તો કોઈપણ પ્રકારની કનડગત કરવી નહિ, આ વિષેનું જરમાન સુબાના દીવાન ઉપર મોકલવામાં આવ્યું.
આ વખતે ઉદકુલમુક સુબા ઉપર એવો હુકમ આવ્યું કે, શહેરના કાજી મુહમ્મદ શરીફ અને ધર્મ સત્તાધારીને શરેહના હુકમો અમને લમાં લાવવાવાસ્તે પેદલ સિપાહીઓની સત્તા કરી આપવી. તે પછી
જ્યારે શ્રીમંત બાદશાહને જાણ થઈ કે, શહેર અહમદાબાદના સાયરના મહાલની લુગડ વિગેરેના હાંસલની રકમ કે જે, દરોગાપણું અને અમીનીનાં ખાતાં કે જે, શેખ મોહૈયુદીનના તાલુકામાં છે તેમાં પાછલી સાલે કરતાં આ વર્ષે વધારો થયો છે, તેથી તેની અરજ એવી છે કે, સાયરના ભાલનું મહેસુલ ઉઘરાવવા વાસ્તે વધારે નોકરી રાખવાની મંજુરી મળવી જોઈએ. તે ઉપરથી સુબાના દીવાનને મંજુરી આપવામાં આવી કે, એ નોકરે રાખી આપવા. ત્યારબાદ મુલ્લાં હસન ગુજરાતીએ અરજ કરી કે, એકવીશ ગામડાં વીજાપુર, કડી અને પાટણમાંથી જુદાં કાઢી, વીસલનગરમાં દાખલ કરવાં. તે ઉપરથી મંજુરી આપવામાં આવી; અને તે દિવસથી તેને એક જુદુ પરગણું ગણવામાં આવ્યું. તે વખતે, હેબતખાનની બનાવેલી કચ્છમાં આવેલી ભજદની મરામત કરવા માટે અડસટેલા રૂપિયા ૨) નવસે–બાણું સુબાના ખજાનામાંથી આપવામાં આવ્યા. તેવી જ રીતે જુનાગઢનો કિલો કે જે, મરામત કરવા લાયક થઈ ગયો હતો અને ટુટી ગયો હતો, તેને વાતે પણ મંજુરી અપાઈ તે સિવાય ખંભાતની હકિકત કે જે હજુરને વિદિત થઈ હતી, તે ઉ. પરથી ફરમાન મોકલવામાં આવ્યું કે, ખંભાતની મુત્સદ્દીગીરી, ફેજિદારી ચોરાસીની અને દેવાનની થાણદારી મુઇઝુલમુલ્કના ભાઈની બદલી થવાથી મુહમ્મદ હાશમને આપવામાં આવી.
સને ૧૦૮૫ હિજરીમાં સોરઠના ફોજદાર અને તેવીલદાર સરદારખાનના વકીલે અરજ કરી કે, સાયરને મહાલ તેવીલદારો પાસેથી ખાલસા કરવામાં આવ્યો છે, અને તેનો બદલો આપવા માટે સુબાનો દિવાન તક