________________
[ ર૮ ] હતું. શાહ વરદીબેગ કે જે, જાતિકા સાત રૂપિયાનું મનસબ અને ત્રેવીસસો સ્વારની બિનશરતની પદી ભોગવનાર હતું તે, આઝામાબાદ અને પુનાદરા ઉફે ઇસ્લામાબાદની ફોજદારી તથા થાણદારી ભોગવતા હતો. મુહમદ જાફર અલીબેગનો દીકરો કે જે, પાંચસોનું મનસબ તથા ચારસો સ્વારોની સત્તા ભોગવનાર હતો તે, સરનાલમાં નાડકાલનો ફોજદાર હતાનડીયાદ પરગણામાં આવેલા ઘડવાલ ઉપર મુઈલમુવકના ભાઈ લતીફનો દીકરો બદલાયાથી પાંચસેનું મનસબ અને અઢીસો સ્વારથી ખંભાત બંદરનો મુસદી અમલ ચલાવતો હતો. સઈદ કામિલનો દીકરો સિઈદ કમાલ કે જે, ચારનું મનસબ અને ચાર સ્વારોની સત્તા ભોગવત હતું તે, પરાંતી, ઈસ્લામાબાદ ઉફે શાહદા અને વિસનગર ની ફરજદારી, તેમજ કડોદ, ચલોદ, વાસના અને વાડલાની થાણદારી પણ તેના તાબામાં હતી. શેરબાનીનો દીકરે મુહમ્મદ મુઝફફર કે જે, કડી વિગેરે પરગણાની ફોજદારી ઉપર હતો તેને વગરશરતના ચારસો સ્વારોની સત્તા અને ચારસો રૂપિયાનું મનસબ મળ્યું. કડી પરગ ણામાં આવેલા ઇલોરીયા ઉપર મુહમ્મદ મુબાઝ બાબી તથા શેર બાબીને થાણદાર ઠરાવવામાં આવ્યા, અને કમાલ જાલોરી કે જે, જાતીકા ચારસો રૂપિયાનું મનસબ અને સાડા ત્રણસો સ્વારોની સત્તા ધરા : વતો હતો તેના બદલાવાથી પાલણપુરની ફોજદારી મુહમ્મદ ફતેહ જાલેરીને સોંપવામાં આવી હતી, આ વખતે તેના બદલાયાથી કમાલ જાલેરીને પાછો પહેલાંની માફક કાયમ કર્યો.
આઝમાબાદનો કોટ ( કિલ્લો) કે જે, જીર્ણ થઈ ગયો હતો તેની મરામત કરવા માટે રૂા. ૮૨૫૦) આઠ હજાર, બસો પચાસ રૂપિયાને અડફેટે થયો હતો તે રૂપિયા સરકારી ખજાનામાંથી આપવા હુકમ થયો.
એજ વર્ષે વળી એવું પણ હજુરના સાંભળવામાં આવ્યું કે, ખાલસાના અધિકારીઓ અને જાગીરદારો પાછલી સાલના બાકી રહેલા લેહેણાને વાતે રૈયતને ઘણી અડણ કરે છે અને તેથી જે લોકો ઉપર લેહેણું હતું તેઓમાંના ઘણાખરા જતા રહ્યા છે, કેટલાક નાસી જવાની તૈયારીમાં છે, અને જે થોડા ઘણાં રહેલા છે તેઓ ગરીબ-નિધન, લાચાર–નાદાર અને આપી શકે એવા નથી. તેથી સરકારી હુકમ થયો કે, પાછલી સાલોની ખાલસાની તેમજ જાગીરદારોની રેત ઉપર લેહેણી રહેતી રકમો માફ કર