________________
| ર૦૦૮ ] હજાર દિલથી સુલતાનની સેવામાં હાજર રહેતો હતો તેથી તેને જાતીકા ચાર હજાર રૂપિયાનું નિસબ, ચાર હજાર સ્વારો અને ચાર હજાર પેદલની સત્તા બહાલ રાખીને નવાનગરનો ગરાસ કાયમ કરી આપ્યો તથા એક લાખ મેહેમુદી અને એકસે ઘોડા પેશકશમાં લેવાનો ઠરાવ કર્યો હતો, કે જે ઠરાવ બાદશાહજાદા મુહમ્મદ મુરાદબક્ષની સુબેગીરી સુધી ચાલુ રહ્યો હતો; અને પોતે પણ સેવામાં રહી સુબાના હુકમ પ્રમાણે અમલ બજાવતો હતો. તેવી રીતે મહાબતખાનની સુબેગીરી અને કુતબુદીનખાનની ફોજદારી સુધી ચાલુ રહ્યું.
આ વખતે મહારાજાની સિફારસથી ઉપર લખ્યા પ્રમાણે ઠરાવ મંજુર થયો. ઇસ્લામનગરની સરકારી ઉપજ કે જે, અહમદાબાદના સુબાના તાબાના સરદારોના પગારમાં વપરાતી હતી તે, છેક ઔરંગજેબ બાદશાહના સ્વર્ગવાસ સુધી ચાલુ રહી. ખંભાળીયા, કે જ્યાં આગળ રહીને જામરાજા બાદશાહી સેવા બજાવતા હતા અને ઇરલામનગર, કે જ્યાં આગળ સરકારી ફોજદાર-તેવીલદાર મંડઈને દરોગો કાયમ હતો; તેમજ મહેસુલની વસુલાત પણ સરકારી ધારા પ્રમાણે વસુલ થતી હતી. હવે ઔરંગજેબ બાદશાહના સ્વર્ગવાસ પછી જામે કબજે કરી લઈ એક મજબુત કિલ્લે બાંધ્યો અને તેની પાસેના સમુદ્રમાંથી નિપજતાં મોતી પિતાના ઉપયોગને માટે કઢાવવા લાગ્યો. પ્રથમ તેને એવી ધાસ્તી હતી કે, મોતી કાઢવાથી મારા રાજને નુકશાન પહોંચશે, એમ ધારીને તે કઢાવતે નહોતે. નવાનગરી મોતી જેકે પાણી તથા રંગમાં સર્વોત્તમ ગણાય છે, પરંતુ તે વધારે મદત ટકી શકતાં નથી; તે એવી રીતે કે, થડક કાળ વિતતાં તેના રંગ-રૂપમાં ફેર પડી જાય છે અને તેથી તેની ખરી કીંમત પણ ઉપજતી નથી. ત્યારબાદ સરકારી અધિકારીઓને તેના પર કંઈપણ હક કે દો રહ્યો નહિ, પણ સુબો જોર રાખીને પિશકશી દાખલ કંઈક વસુલાત કરે છે. તેમ પહેલાંના ધારા પ્રમાણે અમલ પણ રહ્યો નહિ. કેમકે, વહેપારીઓને જે કંઈ માલ ઇસ્લામનગરમાં જાય છે, તેને ત્યાંની મંડાઈમાં મંજૂર રાખી મહેસુલ લેવામાં આવતું નથી. તે ઉપરથી સોરડ સરકારની ફોજદારી તથા તેવીલદારી ઉપર સરદારખાનને નિમવામાં આવ્યો અને મકર સનના જમાદીઉલ અવ્વલ માસમાં શેખ નિઝામુદીન એહમદને સુબાની દીવાનીપર નિમવાને હરાવ થયો. સને ૧૦૮૩ માં માફ કરેલા