________________
[ ર૪૩ 1 સેવામાં તત્પર રહીશ. તે તેને ઇસ્લામનગરને સઘળો બંબસ્ત સોંપવો જોઈએ, તથા દિલેરખાનને તેના બે ભાઈઓની સાથે પોતાની ફરજદારીની - વખતે જે મનસબ મળતું હતું કે, તેને આપવું, કે જેથી તેને નાનો કુંવર, પણ લાભ મેળવે; અને તેની સાથે રહેલા જાડેજા રજપુતનાં રહેવાનાં વીશ ગામે પણ ઈનામમાં આપવાં. આ પ્રમાણે થવાથી દેશને સંતોષકારક બંદોબસ્ત રાખવા તે કબુલ કરે છે તથા તમાજી કે જેને નવાનગરની છત વખતે કુતબુદ્દીનખાને નસાડી મુક્યો હતો અને જે જાડેજા જાતને રજપુત હતું, કે જે જાત રજપુતોમાં સર્વોત્તમ ગણાય છે તેથી મહારાજાએ અસદખાનની ; મારફતે તેની અરજી હજુરમાં પહોંચાડી. તે અરજી મંજુર થઈ અને તેનાં કોની માફી બક્ષવામાં આવી, ઈરલામનગર (નવાનગર) ને બંદોબસ્ત, એકહજારી મનસબ અને સાતસો સ્વારની સત્તા તેને સોંપવામાં આવી. તે સિવાય હલને ત્રણસો અને એક સ્વા, જાદવને દેટસો સ્વારે, તથા મેરામણને બસે અને એક સ્વાર એપ્રમાણેની સત્તા મળી. તેમાછના મોટા દીકરા લાખાએ હજુરમાંથી બસોનું મનસબ અને સાઠ વારોની સત્તાનું ભાન મેળવ્યું અને તે પિતાના પિતા પાસે જવા માટે રવાને થયો, તથા તેને (તમાજીને) ના કુંવર રણમલ દેસોનું મનસબ અને પચાશ સ્વારની સત્તાનું માન પામ્યો. જામને તેના ભાઈઓ તથા પુત્રોની સ્વારોની હાજરી માફ કરીને પચીસ ગામો ઈનામમાં અપાયાં અને હુકમ થયો કે, ધર્મ સંબંધી જે જે નિયમો ચાલુ થાય છે તેમાં કઈપણ ખલ નહિ કરતાં નિમકહલાલીથી એક હજાર સ્વારો તથા તેટલા જ દિલથી સુબાની સાથે રહી સરકારી સેવા બજાવવી. આ વિષે સને પંદર જુલસી માહે રીસાનીનું લખેલું ફરમાન સોરઠ તથા ઇસ્લામનગરના દીવાન શમસુદીન ઉપર મોકલવામાં આવ્યું. જેમાં એ પણ ભલામણ કરેલી હતી કે જાગીરનાં ગામો પણ નક્કી કરવાં.
હવે એ પણ જાણવું જોઈએ કે, નવાનગરનો ગરાશીઓ કે જે, એકબર બાદશાહના વખતમાં રાજા ટેડરમલ જ્યારે બંદોબસ્ત કરવા માટે અત્રે આવ્યા હતા ત્યારે, શેરખાન ગુજરાતીની મારફતે તેને આવી મળ્યો હતો. મજકુર સાહેબે જાહેર કર્યું હતું કે, સુલતાન મુજફર ગુજરાતીના વખતમાં ચાર ગામે દોબસ્ત તથા ચાર હજાર વાસે જમીનદારીના ચોથા ભાગમાં તેના સ્વાધીન હતાં અને તે પાંચ હજાર વારો તથા ચાર