________________
[ રહ૫ ભાલની જકાતવિષેનું ફરમાન દીવાનના નામઉપર મોકલવામાં આવ્યું. જેની નકલ નીચે મુજબ છે.
માફ કરેલી જકાત નહિ લેવા વિના ફરમાનની નકલ.
સને ૧૬ જુલુસીના માહે મેહરમ માસની બાવીશમી તારીખે આ ઠરાવ લખવામાં આવ્ય-કરકસરનું પિપણ ધરાવનાર નિઝામુદીન એહમદે બાદશાહી ઉપકારના ઉમેદવાર રહી જાણવું કે, હજુરનું આ માનભર્યું ફરમાન પહોંચ્યા પછી એ બંદોબસ્ત કરી કે, અહમદાબાદના સુબાના તાબાના મહાલના જાગીરદારોએ શ્રીમંત શાહજહાન બાદશાહના વખતમાં સને ૨૦ માં જે પ્રમાણેને ધારે પસંદ કરેલો તે પ્રમાણેના માલનું મહેસુલ હિન્દુઓ પાસેથી વસુલ કરતા રહેવું, અને મુસલમાનોને તે દરેક રીતે માફ કરવામાં આવ્યું છે, તથા મનાઈ કરેલા મહેસુલવિષે કેઈપણ રીતે હરકત કરવી નહિ. જેની ફોડ આ મુજબ છે –(૧) પ્રથમ જાગીરદારે, વહેપારીઓ અને વણઝારાઓ, કે જેઓ પિતાનો માલ વેચાણઅર્થે કોઈ જગ્યાએ લઈ જતા, તે તેઓ પાસેથી વાહનદીઠ જે મહેસુલ લેવાતું હતું તે લેવાની છુટ આપવામાં આવે છે. (૨) માછલાનું હાંસલ (જે, માછીઓ શિકાર કરી લાવીને વેચે છે), ભાજી-તરકારી (જેને કાછીઆએ પોતાની વાડીઓમાંથી લાવીને વેચે છે), ઘાસપુસ ને કાઠી (બળતણ–જેને ગરીબ લોકો જંગલમાંથી કાપી લાવીને વેચે છે), પાલી, પરડા કે છાલ-બાવળનાં, કે જે લોકો જંગલમાંથી લાવીને વેચે છે, દૂધ કે દહીંની બનેલી ચીજો, કસાઈપણનું હાંસલ, કતલખાનાનું હંગામી હાંસલ કે જે, બકરાં વિગેરે ઉપર લેવાતું હતું, વાજાં વગાડનારા કે જેઓ લેકોના લગ્ન પ્રસંગે જઈ વગાડે છે તેઓ પર લેવાતો કર, પાણીના માર્ગો કે જેના સુકાઈ ગયા પછી પણ મહેસુલ લેવાતું હતું, નાકા ઉપરનું હાંસલ કે જે, વહેપારીઓ તથા મુસાફરો ઉપર સરકારમાં સલામી દાખલ લેવાતું હતું, નાવડીઆઓની મહેનતઉપરનું હાંસલ કે જે, ઠરાવથી પણ વધારે સરકારમાં લેવાતું હતું, વાર્ધક, માસિક ફસલ ઉપર શુક્રવારે, અને એક દીવસંને આંતરે ઠંડી મોસમમાં, તથા ઈદ ઉપર, પાઘડી દીઠ, માથા દીઠ અને ઘર દીઠ લેવાતું હાંસલ કે જે, મુસલમાનોને માત્ર અને હિન્દુઓથી લેવાનું હતું, ઘાસ ચરામણ કે જે, વણજારા તથા બીજા લોકોથી લેવાતું હતું, બજારીનું હાંસલ કે જે, લુગડાને છાપ કરવાની વખતે લેવાતું હતું,