________________
તેઓને તેમના વાલીને સેંપવામાં ન આવે ત્યાં સુધી તેને કેદમાં રાખે. તેમજ કેઈ કુટણી સ્ત્રી, કોઈની છોડી કે સ્ત્રીને કુમાર્ગે દોરે, અથવા તે ખરાબ કામ કરવા માટે કોઈને ઘેર લઈ જાય, તે તેને સખત શિક્ષા કરી કેદ કરવી અને સુધરેથી તેવાં નિચ કૃત્યો નહિ કરવા માટે તેને સુચના આપવી. (૨૦) જુગારી માણસોની તજવીજ કરતાં ગુન્હો સાબીત થાય તો તેઓને સખત મજુરી સાથે કેદ કરવા; તેમ છતાં છુટયા પછી પણ ન સુધરે તે તેઓને જન્મકેદ કરવા અને શિરેહપ્રમાણે પૂરવાર કરી જુગારમાં પકડાએલો માલ તેના અસલ માલિકને સોંપી દેવા, અને જે માલિક ન મળે તો નિવારસીખાતાંમાં તે માલ જમા કરે. (૨૧) કોઈ માણસ મુસલમાની શહેર કે કચ્છમાં ગુલામનું વેચાણ કરે તો તેને જ્યાં સુધી તેવું કામ કરતાં તે અચકાય નહિ ત્યાંસુધી સખત કેદમાં રાખવો. (૨) કોઈ માણસ દારૂ બનાવનારને નોકર રાખી દારૂ બનાવરાવી વેચાણ કરતો હોય તો ગુનોહ સાબીત થએથી સખત શિક્ષા કરવી, પણ જે અજાણ્યા માણસ હોય તે તેણે હજુરમાં અરજી કરવી, તથા દારૂ બનાવનારને શિક્ષા તથા શિખામણ આપવી. (૨૩) ભાંગવિગેરે કેરી જણસો વેચનારને ગુનોહ સાબીત થયેથી શિક્ષા કરી કેદ કરવા. (૨૪) કોઈ માણસે કોઈ બીજા માણસને પાણીમાં નાખી દીધા હોય કે ઉંચી જગ્યાએથી ફેંકી-પછાડી મારી નાખ્યું હોય અને તેને શરેહપ્રમાણે પૂરાવો મળે તે તેને શરીરશિક્ષા કરી કેદમાં રાખવા અને તેના વારસાને તેને શહપ્રમાણેને બદલે
અપાવ; પણ જે તેણે તેવું કામ વધારે વાર કર્યું હોય તો તેને મોતની શિક્ષા કરવી. (૨૫) કોઈ બદચાલવાળો માણસ કેઇના ઘરમાં કુકર્મ કરવા માટે પસી જાય અને તે ગુનેહ જે સાબીત થાય, તો તેને સુધરતાં સુધી તેને સખત કેદની સજામાં રાખો, કે જેથી તે ફરી વખત તેવા ગુનોહ કરવા પામે નહિ. (૨૬) જે કોઈ ખટપટી માણસે કઈ હાકેમની પાસે પિતાની અદેખાઈથી લોકોની હકીકત ખોટી રીતે જાહેર કરી તેમના માલનું નુકશાન કરાવ્યું હોય અને તે જે પૂરવારરીતે સાબીત થાય તો તેને તેવાં ખટપટનાં કૃત્યો કરવાથી દૂર રાખવા માટે તે સુધરે નહિ ત્યાંસુધી કેદમાં રાખવો અને જેમનો માલ ઉચાપત, થયો હોય તેમને તેના માલની શરેહપ્રમાણે સ્તબીતી કરીને બદલો અપાવવો. (ર૭) કોઈ પણ ગેરમુસલમાન સ્ત્રી કે પુરૂએ, અને કોઈપણ મુસલમાન સ્ત્રી કે પુરુષ-બને