________________
| ૨૮૮ | તેને શિક્ષા કરવી, પણ જે વધુમાં એમ જણાય કે આ ગુનેહ પણ તેને જ કરેલો છે, તો તેને શિક્ષા કરી કેદની સજા કરવી અને તે સજાની મુદત ફરી વખત તે કામ કરવાની તેનામાં હિમ્મત ન રહે ત્યાંસુધીની જાણવી. તેમ છતાં જે છુટયા પછી પણ થયેલી શિક્ષાને નહિ ગણકારતાં ફરીથી તેવાજ ગુનાહો કરવા માંડે તો તેને સખત શિક્ષા કરી જન્મકેદની સજા કરવી, અને પકડાએલા માલને ધારા પ્રમાણે તજવીજ કરતાં જે તેને માલીક મળી આવે તો તેને સાંપી દેવો, નહિત નિવારસી ઠરાવી જમા કરવો. તેમજ કોઈ માણસે અનણપણાથી ચોરાઉ માલ વેચાતા લીધે છે એવું જે જણાય તો તેને છોડી દે, પરંતુ જો તેને માલીક તે માલ પિતાનો જ છે એમ સાબીત કરી આપે અને તે વિષે તજવીજ કરતાં પણ એવુંજ માલમ પડે છે તે માત્ર તેને સાંપી દેવો, નહિતો ઉપર જણાવ્યા મુજબ વ્યવસ્થા કરવી. (૮) ઘરકાક લુંટારૂઓ, કે જેઓ લોકોનાં ઘરવિગેરે ઈમારત તોડી ફોડીને લુંટી લેવાનો ધંધો કરે છે અને લોકોના જાન-માલનાં નુકશાન કરે છે તેઓ પર જે ગુનાહ કર્યો સાબીત થાય તો તેઓને સખતમાં સખત શિક્ષા કરવી. (૮) ગરાશીઆ તથા જમીનદારોમાં જેઓ બંડખોર, હુલડખોર કે તોફાની હોય અને તેવાઓને મારી નાખવાથી પ્રજા વર્ગમાં જ ખસુશાન્તિ જળવાતી હોય તે તેઓ પર ગુનોહ સાબીત થએથી તે પ્રમાણે શિક્ષા કરવી. (૧૦) vસીયા લેકે કે તેઓ, માણસને ફોસ ( ટુપ) દઈ મારી નાખવાને બંધ કરે છે તેઓ ઉપર જ્યારે તેવો ગુનોહ સાબીત થાય તો તેઓને ઘણીજ ભારે શિક્ષા કરી કેદમાં રાખવા, તે એટલે સુધી કે તેઓમાં ફરી તેવું કામ કરવાની બિલકુલ શક્તિ પણ રહે નહિ. આવી સજા થયાની જાણ લોકોને તથા સુબાને કરવી જોઈએ. તે સિવાય શકઉપરથી તપાસ કરતાં જે કાંસા દેવાનાં સાધન કે લોકોનો માલ તેમની પાસેથી મળી આવે, અને સુબા તથા ન્યાયાધિકારીઓને પણ ખાત્રી થાય કે, ખરેખર આ માણસો તેવાજ બંધ કરે છે તો તેઓને સંત સજા કરવી. (૧૧) કોઈ માણસ ચારી પર કે કોસો વિગેરે જેવા નીચ ધંધા કરતાં પકડાઈ જાય અને તે ગુનો સાબીત થાય તે તેને સખત શિક્ષા દઈ કેદ કરે, કે જે સજા સુબા તથા ન્યાયાધિકારીઓને પણ યોગ્ય લાગે, તેમજ એ પણ સાબીત થાય કે તેણે ઘણી વખત એવા ગુનાહ કર્યા છે તો તેને સખત શિક્ષા કરવી અને કાજી પાસે તેને રજુ કર. (૧૨) લુચ્ચા ભાણસ કે જે લોકોનાં ધાને આગ લગાડી, જેવા મળેલા માણસની ,