SearchBrowseAboutContactDonate
Page Preview
Page 333
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૨૮૭ ] પડે તો તેને શિક્ષા દઈ કેદ કરે અને જ્યારે એવું સિદ્ધ થાય કે ફરીથી તે ચોરી કરશે નહિ, ત્યારે તેને છુટ કરવો. (૨) જો કોઈ શહેરમાં કોઈ ચેર, ચોરી કરીને નાશી જાય અને પાછળથી પકડાઈ જતાં, તપાસ કરતાં તેના પર ગુનાહ સાબીત કરે તો તેને મારી નાખવાની શિક્ષા કરવી નહિ, પણ એવી શિક્ષા કરવી કે જીવે ત્યાંસુધી યાદ કરે, કારણ કે તેવી શિક્ષા થવાથી ફરી વખત ચોરી કરવાનો સંભવ રહેતો નથી. (૩) જે કોઈ શખસ નિસાબ જેટલા ( નિસાબ એટલે જે માલઉપર જકાત લાગુ થાય છે તે.) અથવા તો તેથી ઓછી કિંમતના માલની ચોરી કરે, ને તે શહપ્રમાણે સાબીત થાય તો તેને શિક્ષા કરવી; અને જે ફરીથી પણ તે એજ ગુનોહ કરે તે તેને પાછો શિક્ષા કરી કેદમાં રાખો. ત્યારબાદ તે ફરી વખત ગુનોહ નહિ કરે એવી પાકી ખાત્રી થાય તે જ તેને મુક્ત કરે; પરંતુ તેમ કર્યા છતાં પણ તે નહિ સુધરતાં ગુનાહો કર્યા જ કરે, તે તેને જન્મટીપની શિક્ષા કરવી કે મારી નાખવાની શિક્ષા કરવી, અને તેના માલને (ચોરેલો ભાલ) તેને અસલ માલિક જે હાજર હોય તો તેના સ્વાધિન કરવો, નહિતર નિવારસી માલમાં જમા કરી દે. (૪) જો કોઈ માણસને બે વખત ચોરી કર્યા બદલની શિક્ષા મળી ચુકી હોય, છતાં પણ તેને નહિ ગણકારતાં તે હંમેશાં તેવાં જ કૃત્યો ર્યા કરે તો તેને કલમ ત્રીજીમાં બતાવ્યા મુજબની શિક્ષા કરવી. (૫) જે કોઈ બદમાશે હરકોઈની કબર તોડી તેમાંથી કફનની ચોરી કરી હોય અને તેને પકડવામાં આવતાં તે ગુનેહ તેનાપર સાબીત થાય તો તેને અંગિકશિક્ષા કરી છેડી મુકો. પણ જે હંમેશાં એવોજ ધંધો કર્યા કરતો હોય તો તેને હદપાર (દેશનિકાલ) કરે અથવા તો કર (હાથ) કાપવાની શિક્ષા કરવી. એ બંનેમાંથી શરેહ તથા સુબાને જે યોગ્ય લાગે તે પ્રમાણે ન્યાયાધિકારીઓના અભિપ્રાય લઈ વર્તવું અને રેલો માલ કાજીને સોંપી દેવા, કે જેથી તે શરેહપ્રમાણે ઉપયોગમાં લાવે. (૬) કોઈપણ માણસ કાજીની રૂબરૂ શરે હના પુરાવાથી ડાકુ (ચોર કે ઠગારો) સાબીત થાય તે કાજીએ પિતાની રૂબરૂમાં તેને અંગિકશિક્ષા કરવી, પછી જે પ્રકારનો ગુનોહ સાબીત થાય તે પ્રકારની સજા (કે) આપવી. (૭) જો કોઈ ચોર પકડાઈ જાય અને પિતાને શિક્ષા થશે એવા ભયથી બીજાના ચોરેલા માલનો પત્તો મેળવી આપે અથવા તો તે માલ તેનીજ મારફત જાહેર થાય તે તે વિષે પૂરતી તપાસ કરવી, તપાસ કરતાં સાબીત થાય કે તે ચોરોને પ્રમુખ છે તો
SR No.032077
Book TitleMirate Ahemadi Athva Gujaratno Itihas
Original Sutra AuthorN/A
AuthorPathan Nizamkhan Nurkhan Vakil
PublisherPathan Nizamkhan Nurkhan Vakil
Publication Year1963
Total Pages486
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy