________________
[ ૨૮૬ ] પછી જે પ્રમાણે ઠરાવ થાય તે પ્રમાણે અમલ કરે. આ હુકમ સરકારી મેહારથી મોટા પ્રધાન અસદખાન તરફથી સુબાના દીવાન મુહમદ હાશમખાન ઉપર મોકલવામાં આવ્યો. ત્યારબાદ વિદ્યાર્થીઓ વિગેરે બીજા વર્ગના લોકો કે જેઓ સરકારી સનંદ પ્રમાણે વિધાદાનને પગાર બાદશાહી ખજાના તથા કોઠાના સાયરમાંથી મેળવતા હતા તેઓએ હજુરમાં અરજ કરી કે, પ્રથમના સિક્કા એકવીશ માસાના હતા અને તે ભાવ પ્રમાણે રોજીદા પગારનાં નાણું મળતાં હતાં, પરંતુ હવેના સિકાના દામે ચૌદ માસાના કરવામાં આવેલા હોવાથી અધિકારીઓ તે માટે અમારી પાસે સરકારી હુકમ માગે છે. આ અરજ ઉપરથી સરકારી આજ્ઞા થઈ કે દશ અને પંદર એ દર મુજબના કાયદા પ્રમાણે હિસાબ ગણી લેવો, એટલે કે પ્રથમના બે દામને બદલે હાલના ત્રણ દામો આપવા જોઇએ.
સને ૧૦૮૨ હિજરીમાં ગામડાંઓની તડજોડ કરવાના કાયદા પસંદ કરી તે વિષેનું ફરમાન સુબાના દીવાન મુહમદ હાશમખાન ઉપર મોકલવામાં આવ્યું તેની નકલ નીચે મુજબ છે.
તેત્રીશ કલમોના કાયદાવાળું બાદશાહી ફરમાન,
સને પંદર જુલુસીના માહે સફર માસની પચીશમી તારીખે લખાયેલા ધારાઓવિષે અહમદાબાદના સુબાના તાબાના અધિકાર ભોગવનારા અમલદાએ બાદશાહી કૃપાના ઉમેદવાર રહી જાણવું કે, આ વખતે શ્રી હજુરના જાણવામાં આવેલ છે તે મુજબ મજકુર સુબાની કારકીર્દીમાં જે લોકો કેદ પકડાય છે તેમની તજવીજ કરવા કે નિકાલ કરવામાં ઘણી જ ઢીલ થાય છે. જે પરથી હજુર કરમાવે છે કે, તેમ નહિ કરતાં પરોક્ષ રીતે એવો ઇન્સાફી ફેસલો આપવો કે, જેથી બીનગુનેહગાર છુટો થાય અને ગુનેહગારને શિક્ષા મળે; તેમજ તમામ રિયત પૈકી કોઈપણ માણસ ઉપર જોરજુલમ કે એવી ગેરવ્યાજબી વર્તણુંક ચલાવવી નહિ, કે જેથી બિચારા નિરઅપરાધી અને બીનગુનેહગાર લોકો કેદમાં પડી સડ્યા કરે. માટે દરેકની ઘણીજ ઉડી બારીકીથી તજવીજ કરી ઘટીત અને ન્યાયસર ફેંસલો આપવો. આ વિષે ઘણી જ તાકીદ સમજી નિચે જણાવ્યા મુજબની કલમોના આધારે અમલ કરવો. તે સાથે વળી એટલું પણ યાદ રાખવું કે, તે વિષે પાકી તજવીજ તથા પૂછપરછ કરવામાં આવશે. - કલમ-(૧) જે કોઈપણ માણસ ઉપર ચોરીનો શક પડતો હોય, અને તે શરેહપ્રમાણે કબુલત કે પુરાવાથી સાબીત થતાં તેને શિક્ષા કરવાની જરૂર