________________
[ ૨૮૫ ] સને ૧૦૮૧ હિજરીમાં બહાદુરખાનને દક્ષિણની ચડાઈની સરદારી આપવામાં આવી. દરીઆપુર આગળનું પનાપુર કે જેનું હાલમાં નામ કે નિશાન કંઈપણ નથી તે બહાદુરખાનનું પિતાની સુબેગીરીના વખતમાં આબાદ કરેલું ગામ હતું. કેમકે તેનું નામ પણ મુહમદપના હતું; તે સિવાય અહમદાબાદમાં ભદ્રના કિલ્લાની ઉત્તરાભીમુખની ઈમારત, કે જેમાં હાલ સુબાની બેઠક છે તે પણ તેની જ બાંધેલી છે. તે પછી કુતબુદ્દીનખાન ઉપર એવો હુકમ આવ્યો કે જ્યાં સુધી ન સુબો ઠરાવવામાં ન આવે ત્યાંસુધી સુબેગીરીને તમામ બંદોબસ્ત રાખી કાળજીપૂર્વક કામકાજ કરવું અને અહમદાબાદ તાબાના મહાલોની આવક કે જે, સુબાઓના પગારમાં જમે ઉધાર થતી હતી તે સરકારમાં જ કરવી. ચેત્રીશમે સુબે મહારાજા જસવંતસિંહ.
(બીજીવારની સુગીરી. )
સને ૧૦૮૧ થી ૧૦૮૩ હિજરી. એજ વર્ષે સરકારી હુકમ પ્રમાણે દક્ષિણના યુદ્ધની તૈયારી કરવાને મહારાજા જસવંતસિંહ કે જે બુરહાનપુરમાં છાવણી નાખી રહેલ હતો તેને બહાદુરખાનની બદ- ખાજા મુહમદ હાશિમ લીમાં અહમદાબાદની સુબેગીરી ઉપર બીજીવાર તથા શેખ નિઝામુનિમવામાં આવ્યો. જેથી તે હજુર આજ્ઞાને માન્ય દીનની દિવાની. કરી સને ૧૦૮૧ હિજરીના રબીઉસ્સાની માસમાં અહમદાબાદ આવી સુબેગીરીને અધિકાર ચલાવવા લાગ્યો. તેને જાગીરમાં અપાએલા પરગણુઓના બદલામાં કેટના ચકલાઓ તથા પેટલાદ અને ધંધુકા કે જે સુબાના તાબાનાં હતાં તે બક્ષિશ કરવામાં આવ્યાં. તેમજ સરકારી સઘળું લેહે કે જે મહારાજાના જોખમ તથા હામીઉપર રાખવામાં આવેલું હતું તેવિશે એવું ઠરાવવામાં આવ્યું કે દર વર્ષે હફતાના બે લાખ રૂપિયા સુબાના ખજાનામાં દાખલ કરવા. આવિષે મહારાજાના વકીલે સરકારમાં અરજી કરી છે, પરગણાઓના પટામાં અપાએલી કોટના ચકલાઓની ઉપજનું હાંસલ ઓછું પડે છે, જેથી દરેક વર્ષના બે લાખ રૂપિયા આપી શકાય તેમ નથી. તે સિવાય સુબાના બંદોબસ્તમાટે પાંચહજાર સ્વારોનું લશ્કર રાખવું તે વ્યાજબી અને ઘણું જ ઉપયોગી છે. તે ઉપરથી એવો ઠરાવ કરવામાં આવ્યો કે સંકોઝીલ મેસમની ખરીફ તથા સચકાનેઈલ મોસમની રવીમાંથી પચાશહજાર રૂપિયા અદા કરવા અને તે