________________
[ ૨૬૭ ]
સુરતમાં ભળી ત્રણ શિક્ષકો તથા ચાલીશ-પચાસ વિદ્યાર્થીઓને વધારે અહમદાબાદના સુબાના તાબામાં કરવામાં આવ્યો. એક્તાલીશ-બેતાલીશના હિસાબે રેકડ મહેસુલને ઠરાવ,
સને ૧૦૭૫ હિજરીના શવાલમાસની ચેથી તારીખે સરકારી હુકમ પ્રમાણે સાયરના મહેસુલ વિષે હુકમ થયો કે, સુબાઓના તાબાનાં રાજ તેમજ ખાલસાના નગરો તથા પરગણાઓમાં જે મહેસુલ લેવાય છે કે, દરેક સ્થળે જુદું જુદું છે. એવી ખબર મળવાથી બાદશાહી વલણ અને ઇચ્છા પ્રજાની સ્થિતિ સુધારવા તથા તેના જાનમાલનું રક્ષણ કરવા તરફ દેરાએલી રહે છે, તેમાં ખાસ કરીને ઈસ્લામી ધર્મ અને મુસલમાનોની હાલત દુરસ્ત કરવા તરફ વળેલી રહે છે. જેથી બાદશાહી હુકમ કરવામાં આવે છે કે, શવ્વાલમાસની પહેલી તારીખ અને ૮ જુલુસીથી દરેક સુબાના અધિકારીઓએ દરેક ઠેકાણે મુસલમાન પાસેથી એકતાલીશ તથા હિન્દુઓ પાસેથી બેતાલીશના હિસાબે કિસ્મત પ્રમાણે વસુલ કરવા, અને જે વસ્તુની કિસ્મત સાડીબાવન રૂપિયાથી ઓછી હોય તેનું હાંસલ લેવું નહિ. તથા વહેપારીઓની કબ કે શહેરોની મુસાફરી વખતે તેમના સામાન કે માલઉપર રાહદારી દાખલ કંઈ લેવું; અને દાસ-દાસીનું હાંસલ તેમજ ઘાસફસનું મહેસુલ માફ કરી દેવામાં આવે છે; ગાડી, ડેલી, કજાવો અને ઘોડા કે જે, મનસબદારોનાં છોકરાં-છેયાંની સ્વારીમાં, કે સિપાઈઓ અથવા મુસાફરોની સ્વારીમાં હોય તેમને જેવા, અને મનસબદાર સિપાઈઓ તથા બીજા સિપાઈઓની સ્વારીના ઉંટ કે ઘોડાઓને હાંસલાયક ન ગણવા. આ વિષે બાદશાહી હુકમ તથા યાદી સુબાના દીવાન મકરમતખાન ઉપર આવી પહોંચી, અને માફ તથા મનાઈ કરેલાં મહેસુલવિષેનું બાદશાહી ફરમાન દરેક વખતના મુત્સદીઓ ઉપર આવ્યું, તેની નકલ નીચે મુજબ છે. હરામ વસ્તુ (માફ કરેલું મહેસુલ)ની મનાઈવિષેને હુકમ,
તારીખ ૨૨ માહે જમાદીઉલ અવ્વલ સને ૮ જુલુસીથી એવું ઠરાવવામાં આવે છે કે અહમદાબાદના અધિકાર ભોગવનારા મુત્સદીઓએ બાદશાહી કૃપાના ઉમેદવાર રહી જાણવું જોઈએ કે આ વખતે શ્રીહજુરના સાંભળવામાં આવ્યું છે કે, અધિકારીઓના ગુમાસ્તાઓ, પોલીસવાળાઓ, દેલ પાબંદીઓ, તથા ચબુતરાના પ્યાદાઓ અહમદાબાદ તથા તેના તાબાના પુરા લત્તા), કમ્બાઓ અને પરગણાઓના વહેપારીઓ તથા વતનીઓ