________________
[ ૨૬૬
]
પ્રતિદીન વૃદ્ધિ પામતા અમલના વખતમાં પ્રજા વર્ગના માણસે તમામ સુખશાંન્તિમાં રહી સલાહ-સંપથી વર્તતાં, આ રાજ્ય–અમલ અચળ રહે એવી પ્રાર્થને ખુદા કે ઈશ્વરપ્રત્યે કરતા રહેવું એટલા માટે અદલ ઇન્સાફની રૂઢીઓ સજીવન રાખવા અને ગેરઇન્સાફ તથા જોરજુલમાને તદન નાશ કરવા, જાતે જુલમ સાંખનારા કે ઈન્સાફ ભાગનારાઓના ઈન્સાફનું કામ ખાસ ન્યાયપૂર્વક કરવામાં આવે છે, તેવી જ રીતે હમેશાં જે ત્રાસ પામેલા લોકોને હજુર રૂબરૂ લાવવામાં આવે છે તેઓને પણ ઈન્સાફપૂરત ન્યાય આપી રાજીખુશીથી રજા આપવામાં આવે છે, જેથી હજુરને હુકમ થાય છે કે, તમે ઉપકારી પુરૂષ છે માટે શરેહશરીફના હુકમો પ્રમાણે ન્યાયનાં સર્વોત્તમ સાધનોને અનુસરી, રૈયતની સ્થિતિ સુધારી સુખ આપવામાં અને સોરઠસરકારના કસ્બા તથા ગામમાં રહેનારાઓને ન્યાય આપવામાં કોઈપણ પ્રકારની કસર કે ખામી રહેવા આપવી નહિ, અને એવું ન બને કે, બળીઆઓ નિબળ–માણસો ઉપર કાંઈ જુલભાટ ગુજારે. કજીઆખોર કે ફરીઆદીઓ પૈકી જે કઈ શરેહના હુકમથી સંબંધ રાખતા હોય તેઓને કાછ, મુફતી કે મુખ્ય ન્યાયાધિકારીની સલાહથી શરેહપ્રમાણે ફેસલા આપવા તેમજ દીવાની કે દેશી કાયદાઓથી સંબંધ રાખતા કેસો હક હિસાબ પ્રમાણે અને ચાલુ કાયદાઓના આધારે ફેસલ કરવા; કે જેથી સઘળી પ્રજા પિતાની મતલબ (ઉમેદ) પૂરી કરવા અને જુલમાટ દૂર કરવાના અર્થે પિતાને દેશ કે સ્વભૂમી મૂકીને દેશાટણ કરવામાં લાંબો પંથ કાપવાથી થતાં સંકટોનો ભોગ ન થઈ પડતાં ઈસાફપૂરતો ન્યાય મેળવી ધારેલી મુરાદો પાર પાડવામાં ફતેહમંદ નિવડે. આ વિષે ઘણી તાકીદ સમજી અમલ કરો, અને તેને અનાદર ન થાય તે વિષે પૂરતી કાળજી રાખવી. તારીખ ૪ માહે જમાદીઉલ અવ્વલ સને ૪ જુલુસી.
- બિદાની ઉપજ કાઢી નાખવા વિષે શાહજાદા મુરાદબક્ષની સુબેગીરીના વખતમાં તેના દીવાને જે હુકમ ચાલુ કર્યા હતા તે મકરમતખાન સુબાના નામથી મોકલવામાં આવ્યા.
ત્યારબાદ સરકારી આજ્ઞાપત્રી મેકલવામાં આવી કે, દરેક સુબાના તાબામાં શિક્ષકે રાખવા અને મીજાનથી કશક સુધી ભણનારાઓને સદરહુ સુબાની મારફતે શિક્ષકોની મેહારથી ખજાનચીના તાબાના ખજાનામાંથી વિધાદાન આપવું. જેથી આ વખતે અહમદાબાદ, પાટણ અને