SearchBrowseAboutContactDonate
Page Preview
Page 311
Loading...
Download File
Download File
Page Text
________________ 1 ૨ પ ] સાણંદને જગમાલ નામનો ગરાશીઓ ધોળકાના ફોજદારની સાથે * બસો વારોથી આવ્યો હતે. ઇડરને જમીનદાર શાદીમલ, સઈદહસન સાથે છે , એ છે ડુંગરપુરનો જમીનદાર ... ... એકહજાર , વઢવાણુના જમીનદારો, સબળસિંહવિગેરે ઝાલાવાડની અનિયમીત સન્યા ને પાંચસો સ્વારથી આવ્યો હતો. માંડનો જમીનદાર લાલકલ્યાણ ... બસો , દલેલ એહમદનગરપરગણાનો જમીનદાર પચાસ , એ છે રવાસણનો જમીનદાર પૃથ્વીરાજ ... સો , લુણાવાડાને જમીનદાર ... ... પાંચસો , બેલપાડને જમીનદાર ... .. . ત્રણસે ટુંકમાં શિવાજીના નાસી ગયાબાદ મહાબતખાન ત્રણમાસ સુધી સુરતબંદરમાં રહ્યો અને ત્યાંના જમીનદારોની પેશકશીના આશરે ત્રણ લાખ રૂપિયા લઈ પાછો ફર્યો. પાછળથી સુરત બંદરના મુત્સદીએ ત્યાંનો કિલ્લો બંધાવ્યો. હવે જાણવું જોઈએ કે શ્રીમંત બાદશાહની રાજકારકીદીનાં દશ વર્ષનું વૃત્તાંત, ગુજરાતથી સંબંધ રાખનારા અને પૂર્ણ સત્યતાભરેલા આધારેથી આ પુસ્તકમાં દાખલ કરવામાં આવેલ છે. ત્યારપછીની હકીકત વિષેનું કોઈ પુસ્તક જોવામાં આવેલું નથી, પરંતુ કેટલાક ચાલુ બંદોબસ્તની કારકીદના હુકમો થએલા, તે દીવાની વિગેરે દાતરોમાંથી લઈને તેમજ ભરોસાદાર સાધનોની શોધ કરી લખવામાં આવે છે. જુનાગઢને ફોજદાર કુતુબુદ્દીનખાન આ વખતે મહારાજા જસવતસિંહની ફોજ સાથે દક્ષિણની ચડાઈ ઉપર ગયો હતો, તેથી ત્યાંની ફોજ દારી ઉપર સરદારખાનની નિમણુંક થઈ હતી. આ વર્ષે સોરઠની ઘણી ખરી પ્રા ફરીઆદ કરવા માટે હજુરમાં ગએલ હોવાથી મજકુર ખાન ઉપર લોકોની સ્થિતિ સુધારવા અને અદલ ઈન્સાફ આપવા વિષેનું ન્યાયક ફરમાન મોકલવામાં આવ્યું. તેની અસલ પ્રમાણેની નકલ નીચે મુજબ છે. બાદશાહી ફરમાનની નકલ. શરવીર, બહાદુર અને બાદશાહી ઉપકાર સંપાદન કરનાર સરદારખાને બાદશાહી કૃપાના ઉમેદવાર રહી જાણવું કે, શ્રીમંત મહાન બાદશાહનું લક્ષ સઘળી રીતે એજ તરફ વળેલું છે કે, સદાએ અવિચલ રાજ્ય અને દીન
SR No.032077
Book TitleMirate Ahemadi Athva Gujaratno Itihas
Original Sutra AuthorN/A
AuthorPathan Nizamkhan Nurkhan Vakil
PublisherPathan Nizamkhan Nurkhan Vakil
Publication Year1963
Total Pages486
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy