________________
[ ૨૯ ]
પાસેથી હેઠળ લખ્યાપ્રમાણે ધારાવિરૂદ્ધ બિદાત વસુલ કરે છે. જેથી ખાસ કરીને લેાકાના દીલમાં સંકટ તથા ઉચાટપણાના વધારા થાયછે. તેમજ આ સુખાના કેટલાક મહાલેામાંના માણસાએ હન્નુરના રાજ પહેલાં ભાદશાહી આનાથી અપૂજ્ય ઠરાવેલાં દેવાલયા, કે જેમને શ્કરીથી તૈયાર કરી તેમાં પ્રતિમા પધરાવી પૂજન કરેછે, તેથી કરી હન્નુરને ન ગમતુ કાર્ય થાય છે. માટે સરકારી હુકમ કરવામાં આવેછે કે આ કામેા વિષે ખરી હકીકતની માહેતી મેળવી સત્યપૂર્વક કેપીયત અરજી કરવી; અને એવુ ડરાવવુ કે હવે પછી આધકારીઓના, પોલીસના, દેશપાંડીઆએના અને પ્યાદાઓના ગુમાસ્તા બિદતી જણસાના આધારે વહેપારી અને મહાલાવિગેરે કસ્બાઓમાં રહેતા ખીજા લોકો પાસેથી કંઈપણ લે નહિ તેમજ ત્યાંના દેશીએ ધર્મવિરૂદ્ધ કૃત્યા કરવા પામે નહિ; અને પડી ગએલાં મદીરાને જો હાલ મરામત કરી હાય તે તે દૂર કરવી. આ વિષે ઘણી તાકી સમજી અમલ કરવા.
હવે બાદશાહી માનમાં દર્શાવેલી ટ્રેડ ઉપર નજર ફેરવીએ.
(૧) અમદાબાદ, તેના તાબાના કસ્બાએ તથા પૂરાઓની દાણચારી. (૨) મજકુર શહેરમાં રહેનાર કાષ્ઠ માણુસના, પેાતાના વારસામાં ચાલતા આવેલા ઘરમાં જો કાંઇ મોટું ઝાડ ઉગેલુ હાય અને તેને, ઇમારત વિગેરેની નુકશાનીના ભયથી કાપવા ચાહે તે અધિકારીએ તેને તે ઝાડ કે તેની કોઇપણું ડાળ કાંઇક રકમ લીધા સિવાય કાપવા દેતા નથી. (૩) અધિકારીએ તથા તેના મળતીઆએ વેચાણમાં તેમજ ખરીદીમાં ખબર રાખી છુટથી ખરીદી કરતા નથી. (૪) અમદાબાદના સુબાના તાબાના મહાલના મુત્સ દીએ કઇંક લવાજમ લે છે. (પ) કોઇ માણસ કસબી કામ, વટવાપણું, કાંગસી કામ, સાય બનાવવાનું કામ અને ચીકન બનાવવાનું કામ, જે શિખવા ચાહે તે મુત્સદીએ હુન્નર શિખવાના કર તેની પાસેથી લે છે. (૬) શહેર તથા તેની હદમાં, તેમજ અહમદાબાદ તાબાના ઘણાખરા પરગણા એમાં કોટવાલ અને પ્યાદાએ, ઘર વેચનાર પાસેથી દર સેકડે અઢી ટકા (રૂપિયા) લે છે. (૭) પીંજારા અને ઘાંચીએ લાચાર થઇ જઈ પેાતાનું ઘર મુકી ખીજે ઠેકાણે ધંધા કરવા ચાહે તે જ્યાંસુધી તે ત્યાંના મહેતા મુત્સદીઓને દોઢ રૂપિયા આપે નહિ ત્યાંસુધી તેને ધંધો ચાલુ કરવા દેતા નથી. (૮) શહેરની અંદર દરેક ચલા ( ચોક કે મહેાલા ) ના ચબુતરા ઉપર શેડ,