________________
L[ ૨૫૮ ] તરફ મોકલાવી લખવામાં આવ્યું કે, આ હુકમનો અમલ પૂરતી તાકીદ સમજીને તે પર ખાસ ધ્યાન દઈને કરવો; આથી શરેહના હુકમો જે જીર્ણ (નાશ થઈ ગયેલા હતા તે સઘળા ઘણુ જ થોડા વખતમાં પાછા પ્રકાશમાં આવી અમલમાં મુકાયા. તે વિષેનું જે બાદશાહી ફરમાન થયું તે નીચે મુજબ છે –
બાદશાહી ફરમાનની નકલ, અહમદાબાદના સુબાના તાબેદાર અધિકારીઓ, મોટા અમીરે, સત્તાધારીઓ, ફોજદાર, જાગીરદારો, થાણદારે, દીવાન, દીવાનના કારકુને અને 'પ્રજાવર્ગના આગેવાન વિગેરે જેઓ સરકારી સંબંધ ધરાવનારા છે તેઓ
અને સરકારી ખાલસા રાજ્યોના અમલદારો તેમજ શહેર તથા કસ્બામાં વસતા લેકેએ પણ આ સરકારી હુકમથી વાકેફ થઈ જાણવું કે, અમારી સંપૂર્ણ ઈચ્છા, હિમ્મત, પ્રયત્નો અને શુદ્ધ નિષ્ઠા એજ કાર્યમાં રોકાએલી છે કે, આ અવિચળ રાજ્ય તેમજ બાદશાહતના ચાલુ સમયમાં શરેહની આજ્ઞાઓ અને ઇસ્લામી કાયદાઓ પ્રજાવર્ગમાં પ્રસાર (ફેલાવો) પામે, કે જેથી કરી ચાલુ-કાળમાં તેમજ ભવિષ્યકાળમાં પણ તેઓને લાભકારક થઈ પડે. એટલામાટે ખાસ હુકમ કરવામાં આવે છે કે, સરકારી–અમલદારી કે ખાલસા રાજ્યમાં કોઈપણ માણસે નિસો કરવો નહિ, તેમ નુકશાનકર્તા વસ્તુને અહાર પણ કરે નહિ; અને કોઈપણ જાતનો દારૂ અથવા તે ભાંગ, કે જે બુદ્ધિનો નાશ કરે છે તેને ઉપયોગ કરે નહિ. પિતાને અમુલ્ય વખત નીચ માણસોનાં કૃત્યોમાં નકામો ગુમાવી ગેરઉપયોગ કરવો નહિ. જો કોઈને ગુલામ કે લેડી નાશી ગઈ હોય અથવા તેને ફેલાવી કઈ લઈ ગયો હોય અને તે ગુલામ કે લેડી જે સરકારી અમલદારોના પકડવામાં આવે, તે તેને કાયદાસર તેના માલીકના હવાલામાં સોંપી દેવી. આ કામ કર્યા બદલ કંઈપણ રકમ કે વસ્તુ હકસાઈ દાખલ લેવી નહિ. તેવીજ રીતે કોઈ માણસનું લેહેણું તેના દેણદાર પાસેથી અપાવ્યા બદલ તે લેહેણદાર પાસેથી કંઈપણ લેવાની લાલચ રાખવી નહિ. આ હુકમને દરેકે દરેક શહેર, કસ્બા, નગર અને પરગણાઓમાં ખુલ્લી રીતે પ્રગટ કરે; તેથી વિરૂદ્ધ રીતે જે કોઈપણ માણસ વતે કે ચાલે, તે તેને ગુહે. ગાર ગણી, તેના કરેલા ગુન્હા બદલ પૂરતી શિક્ષા કરવી, કે જેથી બીજે કોઈ માણસ તેમ કરવા હિમ્મત ભીડે નહિ. આ બાબતમાં જે કોઇ ચર્ચા