SearchBrowseAboutContactDonate
Page Preview
Page 306
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૨૬૦ ] કે નિંદા કરશે તે તે પણ શરેહ વિરૂદ્ધ ચાલવાને ગુન્હેગાર થઈ ભારે શિક્ષાને પાત્ર થશે. હવે કેટલાએક બનાવો, કે જે અમારા ઇતિહાસમાં લખાઈ ગયા છે તે બનાવોના લીધે કેટલાક બખેડાઓ ઉભા થવા પામ્યા, તેમ કેટલાંક તોફાનો પણ ઉભાં થવા પામ્યાં, કે જેથી કરી તમામ પ્રજાની સુખશાન્તિમાં ભંગ પડી નાખુશી અને કુસંપનાં બીજ રોપાઈ ચુક્યાં; તેમજ કેટલાક તોફાનીઓનાં તોફાન અને બખેડીઆઓની કનડગતનાં કારણથી ખેતીવા. ડીને પણ જેવો જોઈએ તેવો પૂરતો બંદોબસ્ત નહિ થવાથી કરેલા વાવે. તરને નાશ થઈ ગયો. આવા સબબથી અનાજ વિગેરે દાણદણના ભાવ ઘણા વધી ગયા હતા. તેમાં વિષેશ કરી ગુજરાતની ઘણીજ માઠી હાલત હતી. તે જોઈ શ્રીમંત બાદશાહે પ્રજાનાં દુઃખ નિવારી (કાપી) સુખ આપવા માટે અને સુખશાંતિ ફેલાવવા અર્થે એવી સગવડ કરી આપી કે, તમામ રાજ તથા ખાલસા મુલકમાં અનાજ વિગેરે ખાવા પીવામાં વપરાતી બીજી જણસો, કે જેમના ઉપર જે હાંસલ લેવાય છે તે, તેમજ બીજાં ઘણુંખરાં કારણોના લીધે સાયરની ઉપજનું જે બંધારણ બંધાયું છે તે માફ કરવામાં આવ્યું છે. જેથી આ વિષેના હુકમો ઘણી જ તાકીદે અમલ થવા સારાં વિધતાભર્યા દષ્ટાંત આપી, સુબાઓ, ફોજદાર, જકાતખાતાના કામદારો અને મુત્સદીઓ ઉપર મોકલવામાં આવ્યા, અને તે સાથે તાકીદ થઈ કે હવે પછી સરકારે માફ કરેલા મહેસુલની વસુલાત કરવી નહિ. આ હુકમો દરેક દેશના સુબાઓ વિગેરેને પહોંચાડવા માટે ગુરજબરદાર તથા એકાંડીઆઓને નિમવામાં આવ્યા. તે વિષે પ્રથમ લખાઈ ગયેલ છે. ત્યાર પછી ડોક કાળ વિત્યાબાદ અનાજના ભાવોમાં જોવાજે ફેરફાર થઈ ગયો. સને ૧૦૭૦ હિજરીમાં રઝવીખાન બુખારી નોકરીને ત્યાગ કરી એકાંતવાસમાં રહેવાનો મનસુબો કરતો હતો, તેથી તેને બાર હજાર રૂપીઆનું વર્ષાસન કરી આપવામાં આવ્યું. એજ વર્ષે મહારાજા જસવંતસિંહની “મહારાજા” ની પદવી, કે જે તેની પ્રથમની કસુરોના લીધે પાછી ખેંચી લેવામાં આવી હતી તે ફરીથી તેને પાછી આપવામાં આવી અને તેના ઉપર બાદશાહની ઘણી જ મહેરબાની થઈ. (તે વિષે આગળ લખાઈ ગએલ છે.) ત્યારપછી સઈદ જલાલ બુખારીને દીકરો સઇદ જાફર અને તેને દીકરે સૈઇદ મુહમદ તેમજ મરહુમ સઈદ જલાલને ભાઈ
SR No.032077
Book TitleMirate Ahemadi Athva Gujaratno Itihas
Original Sutra AuthorN/A
AuthorPathan Nizamkhan Nurkhan Vakil
PublisherPathan Nizamkhan Nurkhan Vakil
Publication Year1963
Total Pages486
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy